________________
દર ]
• ध्यानविचार-सविवेचन -ક્રિયાત્મક-અધ્યવસાય) વિશેષથી થાય છે. ઉદય ક્ષણથી આરંભી પ્રતિસમય અસંખ્યગુણ અધિકાધિક કમંદલિકોની રચના કરવી તે “ગુણશ્રેણિ” છે. તે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ગુણવાળા જી અનુક્રમે અસંખ્ય ગુણ—અસંખ્યગુણ નિર્જરા કરે છે.'
કમેના દલિનું વેદન કર્યા વિના તેની નિર્જરા થઈ શકતી નથી. જો કે સ્થિતિ અને રસને ઘાત, વેદન વિના પણ શુભ-પરિણામ આદિ દ્વારા થઈ શકે છે, પરંતુ દલિકેની નિજર વેદન વિના શકય નથી.
આમ તે જીવ પ્રતિસમય કર્મ-દલિકને અનુભવ કરે છે. એથી ભોગજન્ય નિર્જરા કે જેને પકમિક યા સવિપાક-નિર્જરા પણ કહે છે, તે પ્રતિસમય ચાલુ હોય છે; પરંતુ આ રીતની નિર્જરામાં એક તો પરિમિત કમ–દલિકેની નિર્જરા થાય છે અને બીજુ ભોગજન્ય નિર્જરા પુનઃ નવા કર્મબંધનું પણ કારણ બને છે એટલે તેનાથી કંઈ છવ કર્મબંધનથી મુક્ત બની શકો નથી.
કમ–મુક્તિ માટે તે અ૫–સમયમાં ઢગલાબંધ કર્મ–પરમાણુઓનું ક્ષપણ જરૂરી છે અને તે ઉત્તરોત્તર કર્મ-નિર્જરાનું પ્રમાણ વધે તે જ શક્ય બને.
આવી ઉત્તરોત્તર વર્ધમાન કર્મની નિર્જરાને ‘ગુણ શ્રેણિ કહે છે અને તે ત્યારે જ થાય છે જ્યારે આત્માના ભાવે ઉત્તરોત્તર વધુ ને વધુ વિશુદ્ધ બનતા જાય, જીવ ઉત્તરોત્તર વિશુદ્ધ સ્થાને ઉપર આરોહણ કરતા જાય. આ વિશુદ્ધ-સ્થાનો રમે વિપુલ નિર્જરા અથવા ગુણશ્રેણિરચનાનાં કારણ હોવાથી તેને પણ ગુણશ્રેણિ કહેવાય છે.
એવી ગુણશ્રેણિના અગિયાર પ્રકાર છે. તેમાંથી નવ ગુણશ્રેણિ જ પ્રસ્તુત વિષયમાં ઉપગી હોવાથી તેનું ટૂંક સ્વરૂપ વિચારીશું :
જીવ પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ માટે અપૂર્વકરણ વગેરે કરતી વખતે પ્રતિસમય અસંખ્યાતગુણ—અસંખ્યાતગુણ કર્મ-નિર્જરા કરે છે તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અંતમુહૂર્ત કાળ સુધી તે જ કમ ચાલુ રહે છે.
આ “સમ્યકત્વ' નામક પ્રથમ ગુણશ્રેણિ છે. આગળની અન્ય ગુણણિઓની અપેક્ષાએ આ ગુણશ્રેણિમાં મંદ-વિશુદ્ધિ હોય છે. આથી આ ગુણશ્રેણિમાં અ૯પ-કમ-દલિકોની રચના હોય છે અને તેને વેચવાને કાળ વધુ હોય છે.
સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જીવ જ્યારે વિરતિનું દેશથી પાલન કરે છે ત્યારે દિશા વિરતિ’ નામક બીજી ગુણશ્રેણિ હોય છે. આમાં પ્રથમ ગુણશ્રેણિ કરતાં કર્મ-દલિકાની
१७. गुणसेढी दलरयणाऽणुसमयमुदयादसंखगुणणाए । एवगुणा पुण कमसो, असंखगुणा निजरा जीवा ॥
–વંવમ–ર્મગ્રંથ, નાથા-૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org