________________
ध्यानविचार-सविवेचन
(૧૦) પરમ-બિન્દુ ધ્યાન મૂળપાઠ-પરમ વિરુદ- સગ્ગવ-શવિરતિ-સવરતિ-નંતાનુવંવિસંયોજનसप्तकक्षय-उपशामकावस्था-उपशममोहावस्था-मोहक्षपकावस्था- क्षीणमोहावस्थाभाविगुणश्रेणयः, उपरितने तु द्वे गुणश्रेणी केवलिन एव भवतः, इदं तु छद्मस्थस्यैव निरूप्यते। गुणश्रेणिर्नाम बहूपरितनकालवेद्यस्य दलिकस्याधः स्वल्पकालेनैव वेदनम् । उक्तं च"उपरिमठिईदलियं हेहिमठाणम्मि कुणइ गुणसेढी ॥ १० ॥
અર્થ - સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અનંતાનુબંધિ (ધ-માન-માયાલોભ)ની વિસંયેજના, દર્શન-સપ્તકને ક્ષય, ઉપશામક અવસ્થા, ઉપશાન્તદેહ અવસ્થા, મેહક્ષપક અવસ્થા તથા ક્ષીણમેહ અવસ્થા પ્રાપ્ત થતી વખતે જે ગુણશ્રેણિ પ્રાપ્ત થાય છે, તેને “પરમ–બિન્દુ કહેવાય છે. ત્યાર પછીની બે ગુણશ્રેણિઓ કેવળી ભગવાનને જ હેાય છે અને અહીં તો છાના ધ્યાનનું જ નિરૂપણ કરેલું છે, એટલે તે બે ગુણશ્રેણિઓ “પરમ–બિન્દુ માં ગણું નથી.
કર્મને જે દલિકનું ઘણા લાંબા સમયે વેદન થવાનું હોય, તેને નીચેની સ્થિતિમાં નાખી દઈને, અપ સમયમાં જ જે વેદન કરવામાં આવે, તેને ગુણશ્રેણિ કહેવામાં આવે છે.
કહ્યું છે કે :–“ઉપરની સ્થિતિના કમ–લિકને નીચેના સ્થાનમાં નાખવામાં આવે તે “ગુણશ્રેણિ” કહેવાય છે.”
વિવેચન :-આગમ શાસ્ત્રોમાં અને કમ-સાહિત્યમાં જીવની આધ્યાત્મિક-વિકાસની ભૂમિકા એને નિર્દેશ ચૌદ ગુણસ્થાનક રૂપે અને “અગિયાર ગુણ શ્રેણિ' રૂપે કરવામાં આવ્યો છે.
“ગુણુ શ્રેણિ”—એ મોક્ષ-સાધનાની સોપાન-પંક્તિ છે. એક વાર પણ તેની ઉપર આરૂઢ થયા પછી જીવને અવશ્ય મેક્ષ થાય છે.
ગુણસ્થાનક અને ગુણશ્રેણિનું સ્વરૂપ ગુણ સ્થાનક – આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિધિ આદિ શક્તિઓનું સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમ ભાવવાળી અવસ્થાએ.
જ્ઞાનાદિ આત્માના સહજ ગુણો છે. સંસારી અવસ્થામાં તે વિવિધ પ્રકારનાં આવરણથી ઢંકાયેલા હોય છે. જેમ જેમ એ આવરણ ઘટતાં જાય છે, નષ્ટ થતાં જાય છે, તેમ તેમ ગુણોની વિશેષ શુદ્ધિ થતી જાય છે.
આત્મગુણોની શુદ્ધિના પ્રકર્ષ અને અપકર્ષના અસંખ્યાત પ્રકારો સંભવે છે, પણ સંક્ષેપમાં તેને ચૌદ વિભાગમાં વહેંચા આત્મિક-ઉથાનનો વિકાસ-કમ બતાવવામાં આવ્યો છે. તેનું વિશેષ વર્ણન કર્મગ્રન્થ”, “ગુણસ્થાન કમારોહ આદિ ગ્રન્થથી જાણી લેવું.
ગુણશ્રેણિ – કર્મવૃત્ત આત્મિક–ગુણોનું ઉત્તરોત્તર અધિકાધિક શુદ્ધીકરણ (અસંખ્યાત ગુણ-નિર્જરા–તેનું નામ ગુણશ્રેણિ છે. જે આત્માનાં જ પરિણામ (જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org