________________
ध्यान विचार - सविवेचन
[ ૧૭
સજપ (પુનઃ પુનઃ મત્રોચ્ચાર) અર્થ –ભાવનાપૂર્વક જ થાય છે. સંજપથી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે.
જ્યારે મ'ત્રનુ' અભેદ્ય-પ્રણિધાન પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સજપ આપમેળે વિલય પામે છે અને ભાવ્યમાન વસ્તુને ધ્યેયના સાક્ષાત્કાર થાય છે એટલે કે ભાવ્યમાન વસ્તુનું નિવિ કલ્પ–જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સંજ૫ના અભ્યાસી સાધક ભલે મત્રનું માનસિક રટણ કરતા હાય, તેા પણુ સંજપથી સ્વાભાવિક રીતે અર્થનું જ્ઞાન થાય છે. અના સાક્ષાત્કારના આધાર નિર્વિકલ્પદશા ઉપર છે અને તે સજપથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. પ્રશસ્ત વિકલ્પને ફરી ફરી ઉત્પન્ન કરવા રૂપ સંજ૫ના અભ્યાસથી વિકલ્પે ક્ષીણ થતાં અંતે નિર્વિકલ્પદશા પ્રાપ્ત થઈ જાય છે.
નિર્વિકલ્પ સ`વિત્ પશ્યન્તી અવસ્થામાં જ હાય છે અને એ અવસ્થા બિન્દુસ્થાન(આજ્ઞાચક, ભ્રમધ્ય)માં પ્રાપ્ત થાય છે એટલે કે મંત્ર જ્યારે આજ્ઞાચક્રના સ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તે પદમયી દેવતાના તાત્ત્વિકરૂપને ધારણ કરે છે.
સૂક્ષ્મ વગેરે અવસ્થાએના પ્રારંભ બિન્દુસ્થાનથી જ
મંત્રની નિર્ગુણુ, નિષ્કલ,
થાય છે.
તાવિક-મત્ર તે તેને જ કહેવામાં આવે છે કે જે વિમર્શ (અવિકલ્પક સ`વિત્ ) સ્વરૂપ હાવાથી દેવતા સ્વરૂપ હોય અને તેમાં ઇષ્ટ દેવતા (પરમાત્મા) સાથે અભેદ સધાયેા હાય.
મંત્રમય દેવતાને જ્યેાતિરૂપ કહેવામાં આવે છે. મંત્રની શબ્દરૂપ (ઉચ્ચારણુ કાળની માત્રારૂપ) જે હ્રસ્વ, દ્વીધ અને પ્યુત અવસ્થાએ છે તેનાથી પર એવી જ્ગ્યાતિ-અવસ્થા છે. એ અવસ્થા પણ બિન્દુસ્થાન(આજ્ઞાચક્ર)માં જ પ્રાપ્ત થાય છે.
બિન્દુસ્થાનમાં મંત્રના પ્રવેશ થતાં સાધકના રાગ-દ્વેષ એછા થઈ જાય છે, ચિત્તપ્રસાદ વધે છે અને મત્રની જ્યેાતિરૂપતા પ્રગટ થાય છે, તેથી મંત્ર એ દેવતાના સ્વરૂપને ધારણ કરે છે અને યાગ તથા ફ્રેમ કરનારા થાય છે.
અહ་-અક્ષર-સ્તવ’માં બિન્દુની વિશાળતા દર્શાવતાં કહ્યું છે કેઃ——
"L
બિન્દુ પ્રાણીમાત્રના નાસાગ્ર ભાગ ઉપર વિદ્યમાન હોય છે, તેમજ સ વર્ણના મસ્તક ઉપર પણ વ્યવસ્થિત રહે છે.”
ૐ હી, હૈં આદિ મૂળમત્રોમાં પણ હકારાદિ અક્ષરા ઉપર જળબિન્દુ સદેશ બિન્દુ વર્તુળાકારે સ્થિત હાય છે. તે બિન્દુનુ· ધ્યાન ચેાગી પુરુષા કરતા હોય છે. સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org