________________
ध्यानविचार-सविवेचन તીર્થકર ભગવંતે “લોક ઉદ્યોતકર કહેવાય છે. તેઓશ્રી પોતાને પ્રગટ થયેલા કેવળ જ્ઞાન દ્વારા જે રીતે કાલેકના યથાર્થ સ્વરૂપને જાણે છે, તે રીતે જ તેનું કથન કરી સમસ્ત લોક અને અલેકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જગતને આપે છે, માટે જ શ્રી તીર્થંકર પરમાત્માને લેકાલક-પ્રકાશક કહીને કવિઓએ બિરદાવ્યા છે.
પરમતિ એ સાધ્ય છે અને તેના પ્રગટીકરણનું સાધન-લોકમાં ઉઘાત કરનારા પરમજ્યોતિમય તીર્થકર ભગવંતનું વંદન-પૂજન-સ્મરણ અને ધ્યાન છે.
જે મેળવવું છે, તેનું તથા તેના ઘારકનું ધ્યાન કરવું ખાસ જરૂરી છે, એના સિવાય કોઈ સિદ્ધિ થતી નથી.
| તીર્થકર, ગણધરાદિ ઉત્તમ પદોનો મૂળભૂત હેતુ–આ રત્નત્રયમયી “પરમતિ છે. અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ અને અનેક પ્રકારની લબ્ધિઓ પણ તેના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે.
યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં મંત્રાધિરાજે “અહ”ના ધ્યાનની પ્રક્રિયાઓ દર્શાવતાં ગ્રન્થકાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ “પરમતિને નિર્દેશ કરતાં ફરમાવે છે કે –
તે જ અનાહતને અનુક્રમે વાળના અગ્રભાગ જેવો સૂમ ચિતવ, પછી થોડે સમય આખું જગત અવ્યક્ત-નિરાકાર તિર્મય છે એમ જોવું. પછી મનને લક્ષ્યમાંથી (ધીમે ધીમે) ખસેડીને અલક્ષ્યમાં સ્થિર બનાવવાથી અક્ષય અને અતીન્દ્રિય આંતરજ્યોતિ પ્રગટે છે. ૧૩ "
તાત્પર્ય કે મન ચિંતન-વ્યાપારથી રહિત બની અલક્ષ્યમાં સ્થિર થવાથી પરમજ્યોતિ પ્રગટે છે.
ચિંતામણિ મન્નરાજ કલ્પ'માં કહ્યું છે કે –
નાદ, બિન્દુ અને કલાના અભ્યાસથી આંતર–તિ ઉત્પન્ન થાય છે અને તેના પ્રભાવે મનુષ્યોને પરમપદ પ્રાપ્ત થાય છે. માટે “પરમતિ ’ના આ સ્વરૂપને સમ્યફ પ્રકારે સમજી, પરમતિર્મય પરમાત્માના સ્મરણ-મનન-પૂજન-સ્તવન અને ધ્યાનમાં એકરૂપતા સાધવાનું સર્વે મુમુક્ષુ સાધકોએ પ્રગટાવવું જોઈએ. १३. तदेव च क्रमात् सूक्ष्मं ध्यायेत् वालाग्रसन्निभम् ।
क्षणमव्यक्तम क्षेत जगज्ज्योतिर्मयं ततः ॥२६॥ प्रच्याव्य मानसं लक्ष्यादलक्ष्ये दधतः स्थिरम् । ज्योतिरक्षयमत्यक्षमतरुन्मीलति क्रमात् ।।२७।।
-પોરાત્રિ; ઘરા, ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org