________________
ध्यानविचार-सविवेचन
[ વરૂ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિની જ્યોતિ તે પરિમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે પરંતુ આત્માની પરમતિ તે લેક અને અલક, ચેતન અને જડ ઉભયને પ્રકાશિત કરનારી હોય છે.
નવ નિધાન અને ચીઢ રત્નના સ્વામી ચકવતીને પણ જે તેજ પ્રાપ્ત થતું નથી તે તેજ પરજાતિના ધારક મહાત્માને સ્વાધીન હોય છે અર્થાત્ પરમાત્મધ્યાન-મગ્ન મહાત્માઓ ઈદ્ર અને ચક્રવતીઓ કરતાં પણ અધિક તેજસ્વી હોય છે. વિશેષ પ્રભાવશાળી હોય છે. ઈન્દ્રો અને નરેન્દ્રો પણ તેમના ચરણમાં મસ્તક નમાવતા હોય છે.
સહજ અને વિરાટ પરમતિ વડે પ્રકાશિત અંત:કરણવાળા જીવન-મુક્ત મહાત્માઓ પરમ નિઃસ્પૃહ અને મમતારહિત હોય છે. મેક્ષની પણ અભિલાષા તેમના મનમાં રહેતી નથી.
સૂર્યનો ઉદય થવાથી જેમ અંધકારનું સામ્રાજ્ય હટી જાય છે અને સૂર્યનાં પ્રતાપી તેજ-કિરણે વડે વિશ્વ અને દશ્યમાન પદાર્થો દૃષ્ટિગોચર બને છે તેમ આત્મામાં પરમતિને ઉદય થતાં મોહ અને અજ્ઞાનરૂપ અંધકાર ભાગવા માંડે છે. દેહ અને આમાનું ભેદજ્ઞાન પ્રગટે છે. આત્મા, પરમાત્મા અને સમસ્ત જીવરાશિ સાથેની એકતાને અનુભવ થાય છે. ચિત્તના કોધાદિ વિકારે નષ્ટ થઈ જાય છે. સર્વત્ર સર્વ પરિસ્થિતિમાં સમાધિભાવ અખંડ બને છે અને આત્મામાં જ રહેલા જ્ઞાનાદિ ગુણસંપત્તિરૂપ અખૂટ અિધર્યની પ્રતીતિ દૃઢ બનતી જાય છે.
સમતાના અમૃત–કુંડમાં નિરંતર મગ્ન બનેલા અને એ સમતાના પ્રભાવે પાપમળથી મુક્ત થયેલા મહાત્માઓને “શુદ્ધ રત્નત્રય સ્વરૂપ પરમતિના પ્રભાવે જ તીર્થકર ભગવંતે, ગણધર ભગવંતે અને લબ્ધિવંત મુનિઓ ત્રિભુવનવવ જગજતિર્ધર બને છે. આવી અદભુત અદ્વિતીય પરમતિનું સ્વરૂપ જાણી, પ્રવર્ધમાન ભાલાસપૂર્વક વૈખરી–વાણી વડે તેની સ્તુતિ-સ્તવના કરી, મધ્યમા–વાણી દ્વારા એટલે કે મને ગત ચિંતન વડે સ્થિરતાપૂર્વક તેનું ધ્યાન કરનાર સાધકને, પશ્યન્તી અને પરા–વાણી દ્વારા પરમજ્યોતિને સાક્ષાત્કાર થાય છે.
ચતુર્વિશતિ (ચોવીસ) જિનસ્તવરૂપ લેગસ્સ-સૂત્રને “ઉજજેઅગર પણ કહે છે. કાર્યોત્સર્ગમાં ‘લેકસ્ય-ઉદ્યોતકર સૂત્ર વડે ક્ષાયિક ભાવની “પરમતિના સ્વરૂપને પરિપૂર્ણપણે પામેલા ચોવીસ જિનેશ્વર પરમાત્માનું જ ધ્યાન થતું હોવાથી, તે પરમજતિનું જ ધ્યાન કહેવાય છે.
લોગ-સૂત્રની છેલી ગાથામાં પરમાત્માના પરમતિર્મય સ્વરૂપને નિર્દેશ કરીને, તે પરમજ્યોતિ અમારામાં પણ પ્રગટે, એવી ઉચ્ચતમ માગણી મુમુક્ષુ સાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org