________________
ध्यानविचार-साववेचन એ ગાથા અને તેને અર્થ નીચે મુજબ છે -
चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा ।
सागरवरगंभीरा, सिद्धा सिद्धि मम दिसंतु ॥ ७ ॥ “અસંખ્ય ચ-દ્રો કરતાં પણ અધિક નિર્મળતમ, અસંખ્ય સૂર્યો કરતાં પણ અધિક પ્રકાશમય અને અગાધ સાગરથી પણ અધિક ગંભીર શ્રી અરિહંત અને સિદ્ધ ભગવંત મને પણ તેવી પરમતિની સિદ્ધિ આપો.'
આ સૂત્ર, ગણધર ભગવંતકૃત હોવાથી તે અનંત અર્થ અને ગમ યુક્ત છે. તેમાં પરમતિની પ્રાપ્તિની અનેક કળાઓ, રહસ્ય ગૂઢ રીતે સમાયેલાં છે. તેને ભેદ તે. તેવા પ્રકારની ઊંચી ભૂમિકાએ પહોંચેલા મહાયોગી પુરુષે જ પામી શકે. નાનું બાળક ઊંચા ઝાડને સ્પશી શકતું નથી, તેમ નીચલા ગુણસ્થાનકે રહેલા જી આ ભેદને ઊકેલી શકતા નથી.
પરંતુ જિનદર્શનમાં બતાવેલી સામાયિકની (ઈષ્ટ–અનિષ્ટના પ્રસંગોમાં રાગ અને દ્વેષથી પર રહી પૂર્ણ સમતાભાવમાં ઝીલવાની) સાધના વડે પરમ ઔદાસીન્યભાવને પ્રાપ્ત કરવા પૂર્વક લેગસ્ટ-સૂત્રનું ધ્યાન કરનાર મુમુક્ષુ સાઘક અવશ્ય તે “પરમતિને પ્રાપ્ત કરે છે.
“આવશ્યક નિર્યુક્તિ માં ચૌદ પૂર્વ ધર શ્રી ભદ્રબાહસ્વામીજી મહારાજ ફરમાવે
જ્ઞાન તે “ભાવ-ઉદ્યોત છે. જ્ઞાન આત્માને જ મુખ્ય ગુણ હોવાથી તે જ્ઞાનનો ઉપગ જયારે આત્મા માટે જ અર્થાત્ આત્મ-સ્વભાવના લાભ અર્થે જ થાય છે, ત્યારે જ જ્ઞાનની ભાવ ઉદ્યોતતા ચરિતાર્થ થાય છે.
ભાવ-જાતિ અને ભાવ-ઉદ્યોત બંને એકાર્થક શબ્દ છે-એક જ અર્થના દ્યોતક છે.
આત્મા પિતાના જ્ઞાન વડે જ્યારે પિતાને જાણે છે, અનુભવે છે, ત્યારે જ એ જ્ઞાન, તિસ્વરૂપ બને છે.
પછી જ્યોતિ સ્વરૂપ એ જ્ઞાન દ્વારા ત્રણે કાળના અને ત્રણે લોકના પદાર્થોને યથાર્થ રીતે જાણી શકાય છે. તેમાં પૂર્ણજ્ઞાની ભગવતે કેવળજ્ઞાનરૂપી પરમજ્યોતિ વડે લોકાલકને પ્રત્યક્ષ રીતે જાણું જોઈ શકે છે.
+ नाणं भावुज्जोयो, जह भणियं सवभाव दंसीहि । . तस्स उवओगकरणे, भावुज्जोअं विआणुहि ॥
–માવર-નિર્યુ;િ યોરસ-અધિ%ાર ; નયા ? ૦૬૦. * स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिप्यते ॥
– જ્ઞાનાર; નાષ્ટ' : ો. રૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org