________________
ध्यानविचार-सविवेचन જેમ જેમ આત્મિક-ગુનો કર્મિક વિકાસ થતું જાય છે તેમ તેમ આત્મ-જ્યોતિ આંતરિક જ્ઞાન-પ્રકાશ ક્રમે ક્રમે વધતું જાય છે. શાસ્ત્રકારો તેને દિવ્યદૃષ્ટિ, તિ, અનુભવ, સાક્ષાત્કાર આદિ જુદાં જુદાં નામથી ઓળખાવે છે.
સૌ પ્રથમ ધર્મધ્યાનના સતત અભ્યાસથી ચિત્ત ચિંતન-વ્યાપાર-રહિત થાય છે, પછી પ્રાણશક્તિરૂપ કુંડલિની -કલા જાગૃત થાય છે, ત્યાર બાદ વિશિષ્ટ ધ્યાનાભ્યાસ દ્વારા આત્મ-તિનું પ્રગટીકરણ થાય છે.
ધ્યાનના વીસ ભેદમાંથી પ્રથમ ધ્યાન-ભેદના જે રીતે ૧૮૪૩૨ જેટલા પ્રભેદો થાય છે – જેને નિર્દેશ આગળ કરવામાં આવશે. તે રીતે તિ’ ધ્યાનમાં પણ તેટલા જ પ્રભેદો પડી શકે છે.
યોગ અને ઉપયોગરૂપ આત્મ-શક્તિની શુદ્ધિના તારતમ્યને લઈને દરેક દયાનની ચડઊતર (ભિન-ભિન્ન) કક્ષાએ હેાય છે. કારણના ભેદથી કાર્યને ભેદ પણ અવશ્ય થાય છે.
(૮) પરમતિ ધ્યાન મૂળપાઠ-મોતિઃ- વેન સાડવ્ય નાગતિ સાહિતાવરથાણાં પૂર્વમાન
चिरकालभाविप्रकाशो जन्यते ॥ ८ ॥ અથ – ઉપર કહેલ “તિ કરતાં ચિરકાળ સુધી ટકનાર પ્રકાશ હંમેશાં પ્રયત્ન વિના સમાધિ અવસ્થામાં જે ધ્યાનથી ઉપન્ન થાય છે તે, પરમજ્યોતિ કહેવાય છે. વિવેચન - જ્યોતિયાનના દીર્ધકાલીન અભ્યાસના ફળ રૂપે આત્મામાં પરમતિનું પ્રગટીકરણ થાય છે, અનુભવ-જ્ઞાનનો દિવ્ય-પ્રકાશ ઝળહળી ઉઠે છે. જે પ્રકાશ પૂર્વના તિ ધ્યાનના પ્રકાશ કરતાં વધુ નિર્મળતર અને દીર્ધકાળભાવી હોય છે. પ્રયત્ન વિના જ સહજભાવે સમાધિદશામાં જેનો અનુભવ યોગીપુરષો કરે છે.
પરમજ્યોતિનું સ્વરૂપ – આત્માની આ પરમતિ બાહ્ય સર્વ પ્રકારની જાતિ કરતાં નિરાળી અને નિરુપમ છે. જેને નથી કેઈ બાહ્ય આલંબન કે આકાર, નથી કોઈ વિક૯૫ કે વિકાર અર્થાત્ સર્વ પ્રકારની ઉપાધિથી રહિત નિરંજન અને નિર્મળ આ પરમતિ છે.
આ પરમતિને મહિમા ગાતાં પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જેને અંશમાત્ર પણ પ્રાપ્ત થવાથી નવનિધાન પણ સદા સમીપમાં રહે છે, તે નિરુપાધિક આત્માની પરમતિની અમે વારંવાર સ્તુતિ કરીએ છીએ.”૧૨ १२ ऐन्दं तत् परमं ज्योति-रुपाधिरहितं स्तुम: ।
उदिते स्युर्यशोऽपि सन्निधौ निधयो नव ॥ -परमज्योतिष्पञ्चविंशतिका श्लोक १.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org