________________
ध्यानविचार-सविवेचन આ આધ્યાત્મિક પ્રક્રિયાને પ્રારંભ વિકલ્પરૂપ ચિત્તને સર્વ પ્રથમ અશુભમાંથી શુભ તરફ વાળવાથી થાય છે.
શુભ વિકલ્પોમાં ચિત્તને રમમાણ-રમતું કર્યા સિવાય અશુભ વિકલ્પ જતા નથી. શુભ વિકલ્પો માટે ચિત્તને શુભ આલંબને માં સ્થિર બનાવવાને અભ્યાસ સતત કરવો પડે છે.
આ ધ્યાનાભ્યાસની ભૂમિકામાં સાધકે શું કરવું જોઈએ, એને નિર્દેશ ગ્રંથકાર પોતે જ અહીં બતાવેલી ધ્યાનની વ્યાખ્યામાં કરે છે –
તત્વચિંતા આદિ સાત પ્રકારની ચિંતા અને, જ્ઞાનભાવનાદિ ચાર પ્રકારની ભાવનાને જીવનમાં પ્રતિષ્ઠિત કરવા માટે નિષ્ઠાપૂર્વકને સતત પ્રયત્ન કરતા રહેવું, એ જ સાચો ધ્યાનાભ્યાસ છે, ધ્યાનની પૂર્વભૂમિકા છે.
પાયા વગરનું મકાન પવનના એક જ ઝપાટામાં ધરાશાયી થઈ જાય છે, તેમ ચિંતા અને ભાવનાના સતત સેવન સિવાયનું ધ્યાન અશુભ નિમિત્તના એક જ ધક્કાથી વેરવિખેર થઈ જાય છે.
ચિંતા અને ભાવનાના સતત સેવનથી મન-વચન-કાયાના યોગો નિર્મળ બનીને આજ્ઞાભિમુખ બને છે, તે પછી ધ્યાન યોગની સાધના માટેની પાત્રતા આવે છે.
જીવનનાં સર્વક્ષેત્રોમાં પાત્રતા એ પાયાની વસ્તુ ગણાય છે, તો સર્વકર્મવિનાશક ધ્યાનની બાબતમાં તો તેનો અત્યંત આવશ્યકતા ગણાય તે નિર્વિવાદ હકીકત છે
ચળચિત્તના પ્રકાર ચળ–ચિત્તના મુખ્ય ત્રણ પ્રકાર છે: (૧) ભાવના (૨) અનુપ્રેક્ષા અને (૩) ચિતા*
'ભાવના–ભાવના એટલે ધ્યાન માટેના અભ્યાસની ક્રિયા કે જેનાથી મન ભાવિત થાય.
ભસ્મ કે રસાયણદિકને ભાવિત કરવા જુદી-જુદી વનસ્પતિના રસની ભાવના અપાય છે. કસ્તુરીના દાબડામાં રાતે મૂકી રાખેલું દાતણુ, સવારે કસ્તૂરીથી ભાવિત થાય છે તેમ મનને વારંવાર જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ભાવનાઓના પુટ આપવાથી, અનિત્યસ્વાદિ બાર ભાવનાઓ તેમ જ મૈત્રી આદિ ચાર ભાવનાઓ વડે પુનઃ પુનઃ સુસંસ્કારિત કરવાથી તે પવિત્ર અને શાન્ત બનીને દયેયસ્વરૂપ પરમાત્માને ધ્યાનમાં એકાકાર બની શકે છે.
વળી આ ભાવનાઓ સંવર સ્વરૂપ છે. અશુભ કર્મોને આત્મામાં દાખલ થતાં રોકનારી છે. મનને શુભમાં પ્રવર્તાવીને શુદ્ધમાં લઈ જનારી છે. * “ક મિજાવવામાં તે શr, a ચરું ત૬ જિ.
से होज्ज भावणा वा, अणुपेहा वा अहव चिंता ।।
અર્થ –જે સ્થિર અધ્યવસાય છે, તે ધ્યાન” છે, જે ચંચળ અધ્યવસાય, તે “ચિત્ત” છે. એ ચિત્ત ભાવનારૂપ હય, અનુપ્રેક્ષારૂપ હોય યા ચિંતા સ્વરૂપ હેય.
–ધ્યાનશતક ગાથા-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org