________________
ध्यानविचार-सविवेचन કાળે, પણ શુક્લધ્યાનની આંશિક અનુભૂતિ હોઈ શકે છે, એ મહત્વપૂર્ણ ગર્ભિત નિદેશ મળે છે.
ગુરુકુલવાસમાં રહી, ગુરુની સેવામાં તત્પર રહેતા મુનિ સંમાદિ ક્રિયાઓનું વિધિપૂર્વક પાલન કરવા સાથે દ્રવ્યાનુયોગના અધ્યયન, મનન, ચિંતન અને નિદિધ્યાનમાં સતત મગ્ન રહે છે, તો તેને અનુક્રમે ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરવાનું સામર્થ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે.
- પૂર્વધર મહર્ષિએ આત્માની દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે ભેદનયથી ચિંતા-વિચારણા કરવા દ્વારા શુક્લધ્યાનનો પ્રથમ ભેદ “પૃથર્વ-વિતર્ક - સવિચાર સિદ્ધ કરી શકતા હતા અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદરૂપે આત્માનું ચિંતન કરીને શુક્લધ્યાન બીજે ભેટ અપૃથકૃત્વ-સવિતર્ક-અવિચાર'ની કક્ષા પ્રાપ્ત કરી શકતા હતા પણ જેમને “પૂર્વીનું જ્ઞાન નથી એવા મુનિએ પણ શુદ્ધ દ્રવ્ય-ગુણ–પર્યાયની ભાવના વડે સિદ્ધ ભગવતે સાથે * “સમાપત્તિ'–ધ્યાન દ્વારા એકતા સિદ્ધ કરીને શુક્લધ્યાનનું ફળ પ્રાપ્ત કરી શકે છે.
આ વાત પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જેમ પોતાના દ્રવ્ય-ગુણપર્યાયના રાસના ટબામાં કહી છે, તેમ “ગવિશિકાની સ્વરચિત વૃત્તિમાં પણ “અનાલંબનાયોગ’માં શુકલધ્યાનને અંશ અર્થાત્ આંશિક સ્વાદ હોવાનું પ્રતિપાદન દ્વારા ફરમાવી છે.
“અપ્રમત્ત ગુણસ્થાનને પામેલા મુનિઓને નિર્વિકપ દશામાં ચિન્માત્ર સમાધિના અનુભવ વખતે નિરાલંબન ધ્યાન હોય છે અને તે સામર્થ્યગ સ્વરૂપ છે.”
આ અનાલંબન યુગ મુખ્યતયા ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા મુનિને અપૂર્વકરણ ગુણસ્થાનકે હોય છે, તેની પહેલાં સાતમ ગુણસ્થાનકમાં પણ પિંડસ્થાદિ ચાર અવસ્થાઓમાંથી જ્યારે રૂપાતીત અવસ્થાનું ભાવન-ધ્યાન થાય છે ત્યારે ધ્યેયરૂપ સિદ્ધ પરમાત્માના અરૂપીગુણ હોય છે. આ અરૂપી ગુણોનું ધ્યાન એ આંશિક શુક્લધ્યાનરૂપ હેવાથી અપ્રમત્ત મુનિઓને પણ અનાલંબન યોગ (સામર્થ્યોગ) અનુભવસિદ્ધ છે.
વર્તમાનકાળમાં પણ અપ્રમત્ત ભૂમિકા સુધીનું અનાલંબન ધ્યાન સિદ્ધ કરી શકાય છે, જે ભવાંતરમાં ઉત્તરોત્તર શ્રેણિગત વિશિષ્ટ પ્લાનની પ્રાપ્તિમાં સહાયભૂત બને છે.
ધર્મધ્યાનમાં પિંડસ્થ આદિ ચાર પ્રકારમાંને અંતિમ પ્રકાર-રૂપાતીત ધ્યાન છે, જેમાં સિદ્ધ પરમાત્માના અરૂપી ગુણનું ચિંતન હોય છે. આ રૂપાતીતધ્યાનના પ્રભાવે
* સમાપત્તિ-યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા.
८ गत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रपत्तानां शुक्लथ्यानांशो निरालंबनेऽनुभवसिद्ध Eવ વિશl; ઋો. ૧૨ ની વૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org