________________
ध्यानविचार - सविवेचन
[ v
અ! મુદ્દાની વધુ સ્પષ્ટતા ચાલણુગાડીના દાખલાથી થઈ જાય છે. બાળક માટે તે હિતસાધક ખરી, પણ પુખ્તવયના માણસની ચાલમાં સહાયક બનવાને બદલે અવાધક બને છે.
આથી એ સમાય છે કે ખાળ--કક્ષાના આરાધક જીવે માટે ઉપકારક શુભ-વિકલ્પાને પ્રૌઢ આરાધકાએ વિવેકપૂવ ક છેડવા જોઈએ.
પાણીમાં જે શક્તિ હેાય છે તેના કરતાં વધુ શક્તિ તે જ પાણીમાંથી પ્રગટેલી વરાળમાં હોય છે, તેમ શુભ-વિકલ્પમાં જે શક્તિ હોય છે તેના કરતાં અત્યંત અધિક શક્તિ શુદ્ધ-આત્મસ્વભાવમાં હાય છે. તન્મયતા અર્થાત્ તપતા સાધવા માટે શુભ-વિક`ાના યાગનું ફરમાન તે કક્ષાના જ આત્મા માટે પરમાપકારી મહર્ષિઓએ કર્યુ. છે.
નય, ગમ, ભંગ દ્વારા તત્ત્વાનુ ચિંતન કરતાં કરતાં પૂધર મહર્ષિ આ એ ચિંતનના સુફળરૂપે નિવિકલ્પ–દશાને પામી આત્માનુભવના દિવ્ય -માંડલમાં ઝૂલે છે. ×
આવી અનુભવ દશા પ્રાપ્ત કરવા માટે ‘યાત્રપ્રદીપ’માં અનુભવસિદ્ધ પ્રયાગ જોવા મળે છે.
આપણા મનને સર્વ પ્રથમ ભ્રભાગ-બિંદુસ્થાન ઉપર સ્થિર બનાવીને પરનુ અવલાકન-પરમાત્માના સ્વરૂપનું' ધ્યાન-કરવું'. ત્યાર પછી પરથી પર એવા સૂક્ષ્મ સ્વ-આત્મતત્ત્વનું અવલાકન કરવું, જેથી નિર્જત એવા આત્માનું દર્શીત થાય.
મારે! આત્મા આનંદમય છે, શાન્ત-દાન્ત છે. એવા શુદ્ધ આત્મ-સ્વરૂપનુ જે સમયે ધ્યાન થાય છે ત્યારે અઢળક કર્મીની તિરા થાય છે.
આ રીતે આત્માનું. ભાવત કરી ધ્યાન કરવાથી વિચારાની સીમા બહાર રહેલા આત્માન૬ના અપૂર્વ અનુભવ થશે; જેથી ભવની ભ્રાન્તિને સપૂર્ણ ત્યાગ થઈ જશે.
વિચાર પરાયા છે, જ્ઞાના અગ્નિ આપણા પોતાના છે. વિચાર આપણી સીમા છે, ઇન્દ્રિયા આપણી સીમા છે—આથી એ બધા વડે જે જાણી શકાય તે સીમાવાળુ જ હોય છે. અસીમને–અનંતને જાણવા માટે એનાથી ઉપર ઊઠવુ' પડશે. ઇન્દ્રિયાથી પર ચિત્તની વિચારશૂન્ય અવસ્થામાં જેને સાક્ષાત્કાર થાય છે, તે જ અનત-અસીમ અનાદિ આત્મા છે,
આત્માને જાણવાની આંખ અનેાખી જ છે. તે જ સમાધિ છે અને તે જ યાગ છે. ચિત્તવૃત્તિના વિસર્જનથો એ બંધ આંખ ખૂલે છે અને આખુયે જીવન અમૃત-પ્રકાશથી આલેકિત અને રૂપાંતરિત થઈ જાય છે-ત્યાં વિચાર નથો, દર્શીન છે.
જ્યાં વિચારવૃત્તિએ અને ચિત્ત નથી, ત્યાં દર્શીન છે. શૂન્ય વડે દČન થાય છે. ‘માત્ર જોવુ’-એ બિંદુ પર સ્થિરત્ન આવતાં જ વિચાર ક્રમશઃ વિલીન થવા પામે છે.
પૂર્ણ થવાની જેને લગની લાગી છે તે ભૌતિકતાથી રિક્ત અને શૂન્ય બની જાય છે. જે શૂન્ય અને છે તે પૂર્ણ ને પામે છે અને આધ્યાત્મિક રીતે પૂર્ણતા સિદ્ધ કરે છે. તે સમયે ધ્યાતા અને ધ્યાન પ્રત્યયો અભાવ થવાથો ધ્યેય સાથે આત્માની એકતાનેા અનુભવ થાય છે. તેને જ ‘સમરસીભાવ' કહે છે. * આ ગ્રંથમાં જ આગળ ઉન્મનીકરણ અને ઉન્મનીભવન આદિ કરણા (જે નિર્વિકલ્પ સમાધિરૂપ) છે તેનું વર્ણન થયું છે, તે ભાવશૂન્ય આદિ યાતના દીર્ધકાલીન અભ્યાસથી સાધ્ય છે અર્થાત્ ચિત્તની નિર્વિકલ્પ-અવસ્થા સિદ્ધ કરવા માટે ભાવશૂન્યધ્યાન' એ પૂર્વાભ્યાસ છે.
× નય અ ભગ નિક્ષેપ વિચાર પૂર્વધર થાકે ગુણ હેરી, વિકલ્પ કરત તાગ નહિ પાયે નિર્વિકલ્પ તે હેત ભયી રી.
* યોગીપ; જો. ૧૮ થી ૬.
Jain Education International
For Private & Personal Use Only
-
પૂ. ચિદાનંદજી મહારાજ,
www.jainelibrary.org