________________
[ ૪૩
ध्यानविचार-सविवेचन પુણ્યોદયે પિતાને મળેલી ઉત્તમ સામગ્રીને સત્કાર્યમાં ત્યાગ કરવો એ જ તેની સાર્થકતા છે, તેમ અથાગ પુણ્યના ઉદયે મળેલ મન પરમાત્માને સમર્પિત કરવામાં તેની સાર્થકતા છે. શૂન્ય થઈને પૂર્ણને પામવાની તે ચાવી છે. ભાવશૂન્ય-ધ્યાનનું આ સ્વરૂપ ખરેખર પુનઃપુનઃ મનનીય છે.
(૪) પરમ ધ્યાન મૂળપાઠ-પરમશ્વં ત્રિભુવનવિવાળા તો વિધાય
एकवस्तु विषयतया संकोच्य ततस्तस्मादप्यपनीयते ॥४॥ અર્થ:-ચિત્તને પ્રથમ ત્રણ ભુવનરૂપી વિષયમાં વ્યાપક કરીને, પછી તેમાંથી એક વસ્તુમાં સંકેચી લઈને, પછી તે એક વસ્તુમાંથી પણ ચિત્તને ખસેડી લેવામાં આવે તે પરમશૂન્ય’ કહેવાય છે.
વિવેચનઃ આ પરમ શૂન્યથાનમાં ચિત્તની એકાગ્રતા પ્રકર્ષને પામે છે. ત્રિભુવનવ્યાપી બનેલા મનને ક્રમશઃ સંદેચીને એક પરમાણુ ઉપર સ્થાપિત કરવામાં આવે છે.
ધ્યાનશતક'માં શુક્લધ્યાન ક્રમ બતાવતાં કહ્યું છે કે –“ * ત્રિભુવનવિષયવ્યાપી ચિંતનને ક્રમે-કમે સંક્ષેપ કરીને અંતે એક આત્મતત્વ કે પરમાણુના વિષયવાળું બનાવે અને પછી તેના ઉપરથી પણ મનને ખસેડી લેવામાં આવે છે ત્યારે મનરહિત અવસ્થા પ્રાપ્ત થાય છે. *
ત્રિભવનવ્યાપી ચિત્ત ક્રમશઃ અ૯૫ વિષયવાળું બને છે અને જ્યારે ચિત્ત કોઈ એક આતમા વગેરે વસ્તના એક જ પર્યાયના ચિંતનમાં સુનિશ્ચલ બને છે ત્યારે શુકલધ્યાનને બીજો પ્રકાર “એક-વિતર્કસવિચાર હોય છે. એમ બીજા પ્રકારનાં લક્ષણે ઉપરથી ફલિત થાય છે. તે લક્ષણે આ પ્રમાણે છે
શ્રુતજ્ઞાનના સુદઢ અભ્યાસ અને તજજન્ય પરિણતિના પ્રભાવે એક પદાર્થના ચિંતન પછી તરત અન્ય પદાર્થનું ચિંતન કરે તેમજ એક શબ્દથી શબ્દાંતરનું ચિંતન કરે અથવા એક વેગથી અન્ય
ગનું આલંબન લે-એ રીતે નાના અર્થોના ચિંતનમાં દઢ અભ્યાસ થવાથી આત્મગુણને આવિર્ભાવ થતાં સાધક ત્યારે એકવ ચિંતન માટે ગ્ય બને ત્યારે એક જ યોગના આલંબન વડે ઉપાદાદિ એક જ પર્યાયનું ધ્યાન કરે છે.
(૫)કલા ધ્યાન મૂળપાઠ – ટૂથો માહિમિર્ઝાલવષ્ણુનેન ચા વટાવેજો, માવતg સત્તા
भ्यासतः स्वयमेव देश-काल-करणाद्यनपेक्ष्य या समारोहति, अन्येन त्व
वतार्यते, यथा पुष्पभूतेराचार्यस्य पुष्प(प्य)मित्रेण कलाजागरणं कृतम् ॥५॥ - ત્રિભુવનવિષયતા–જેમકે કેવળી ભગવાન દેવળી સમુધાત કરતી વખતે ચેથા સમયે પોતાના આત્મ-પ્રદેશને સર્વ લેકવ્યાપી બનાવે છે તે અવસ્થાનું ધ્યાન કરવાથી આપણું ચિત્તને વિષય સમગ્ર લેક બની શકે છે.
x तिहुयण-विसयं कमलो संखिविउ मणो अणुंमि छउमत्थो । झायइ सुनिप्पकंपो झाणं अमणो जिणो होइ ॥
–ચાનશત+; +ાથf-૭ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org