________________
૪૬ ]
ध्यान विचार - सविवेचन
હે ભલે ! ભલે ! કુંડિલની ! જ્યારે તું જડતારૂપ અધકારનો નાશ કરે છે, ત્યારેં તું તારી અદ્ભુત એવી મહાભૂતાના ગુણુરૂપ લક્ષ્મી આપે છે અને સાથે સાથે સનાતન એવુ જ્ઞાનધન પણ આપે છે.
(૩) શ્રી વિનયચંદ્રસૂરિરચિત ‘કાવ્યશિક્ષા’માં મળતા કુંડલિનીના નિર્દેશઃ— ‘ભલિ’ નામથી પ્રખ્યાત જે પરાશક્તિ છે, તે આધશક્તિ છે. પરા ભાગવતી છે, કુખ્ખાકૃતિને ધારણ કરનાર છે. તેનુ રેખા અથવા કુંડલિનીરૂપે વર્ણન કરવામાં આવે છે. તે દ્વાદશાંત સુધીના સમગ્ર મધ્યમ માર્ગની વિદ્યોતિની (પ્રકાશિકા) છે. તેનુ' પુસ્તકાના અથવા મારાખડીના પ્રારભમાં આલેખન કરવામાં આવે છે. કાવ્યામાં મ`ગલાચરણમાં તેની સ્તુતિ સંભળાય છે. તે દેવતા છે, બ્રહ્મમયી છે, તે સિદ્ધિ છે, તે તમને પિવત્ર કરો.
(૪) ‘ધ્યાનદ ડકસ્તુતિમાં'માં કુંડલિનીને નિર્દેશ ઃ——
જેના ઉપર જિનેશ્વર ભગવાન પ્રસન્ન થાય છે, તે અગ્નિ સમાન બ્રહ્મરન્દ્રને સંકોચીને અને બિસત ંતુ સમાન સૂક્ષ્મરૂપવાળી પ્રાણશક્તિનું ઊ ગમન કરી શકે એટલે કે મૂલાધારથી ઉત્થાપિત કરીને તે હૃદયકાશમાં (અનાહત-ચક્રમાં) ધારણ કરીને પછી ગળામાં (વિશુદ્ધ-ચક્રમાં), પછી તાળવામાં (ઘઉંટિકા-ચક્રમાં) ધારણ કરીને તે પ્રાણશક્તિને શૂન્યાતિશૂન્ય એવી ખગતિમાં (આજ્ઞા-ચક્રથી દ્વાદશાંત સુધીના પ્રદેશમાં) લઈ જઈ ને સ બાજુએથી લેાકાલેાકને અવલાકનારી દૈદીપ્યમાન કલાને (કેવળજ્ઞાનને) પ્રાપ્ત કરે છે.
(૫) ‘અધ્યાત્મ-માતૃકા'માં કુડિલેનીના ઉલ્લેખ :—
ચેાગી પુરુષા કુ`ડલિની-શક્તિને ‘ભલે' અથવા ‘ભિલ’ નામથી ઓળખે છે. એ શક્તિનું વન વેદો, પુરાણો તેમજ આગમેાથી પ્રમાણિત છે.
નાભિના મૂળ પાસે વરુણુ-ચક્ર અને અગ્નિ-ચક્રની વચ્ચે એક અત્યંત સુંદર એવી નાગિણી છે, તેનું નામ કુંડલિની-શક્તિ છે.
સ્થિર આકુ ંચન (મૂલ-બંધ) કરવાથી અને ઉડ્ડીયાન-અંધ કરવાથી તે યાગિની (કુંડલિની—શિત) જાગે છે. જગતમાં સૂર્યની જેમ તે ઉદિત થાય છે. કુ ડિલની શિત તે દૈવી શક્તિ છે, તેનુ સ્થાન દીપક સમાન ઉદ્યોતિત છે.
(૬) ‘શાશ્વા-સ્તવ’માં કુંડલિનીને નિર્દેશ :
તે અનિચનીય પ્રભાવશાળી કુંડલિની શકિત યાગીઓને સુવિહિત છે અને તે વડે વિવિધ રીતે સ્તવાયેલી છે. તે નાભિક ઢથી સમ્યક્રૂ રીતે ઉદ્દગત થઈ ને (મધ્યમમાર્ગ વડે ઊર્ધ્વગતિને પ્રાપ્ત કરીને) બ્રહ્મરન્દ્રમાં લય પામે છે.
બ્રહ્મ ન્દ્રમાં લય પામતી તે કુંડલિની-શક્તિ સતત પ્રવિકસ્વર, ઉપાધિ રહેત અને પરમેષ્કૃષ્ટ એવા પરમ આન ંદરૂપ અમૃતને સવનારી (ઝરનારી) છે. આવી કુંડલિની-શક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org