________________
[ ૪૭
ध्यानविचार-सविवेचन જ્યારે કવિવરે સ્મૃતિપથમાં લાવે છે ત્યારે તે કાવ્યરૂપ ફળોના સમૂહને જન્મ આપે છે.
કુંડલિની પ્રસુપ્ત ભુજગાકાર છે, સ્વયં ઉચ્ચરણશીલ અનરક (સ્વર વિનાની) હકારરૂપ છે. એ “હકારને જ પરમ બીજ પણ કહે છે.
મહાશક્તિ સ્વરૂપ કુંડલિની જ્યારે પ્રબુદ્ધ થાય છે ત્યારે પ્રાણ બ્રહ્મરન્દ્રમાં લય* પામે છે. (૭) યોગશાસ્ત્રમાં કુંડલિની ઉલ્લેખ :
अथ तस्यान्तरात्मानं प्लाव्यमानं विचिन्तयेत् ! बिन्दुतप्तकलानियत्-क्षीरगौरामतोर्मिभिः ।
–ોનરા ; પ્રાસ-૮–ો. “અહ”ના ધ્યાનમાં તન્મય બનેલ યોગી તે મૂલાધાર–સ્થાનમાં રહેલા અષ્ટદલકમલની કર્ણિકામાં બિરાજમાન પિતાના આત્માને બિન્દુ અને તપ્તકલા(કુંડલિની)માંથી ઝરતી દૂધ જેવી ઉજજવલ અમૃતની ઊમિએ (ધારા) વડે તરબળ થયો હોય એમ ચિંતવે. અહીં “બિન્દુને અર્થ છે સહસદલ–કમલરૂપ બ્રહ્રારબ્ધમાં બિરાજમાન પરમાત્મપદ રૂપ “પરમતત્વ” અને “કલાનું તાત્પર્ય છે પૂર્વોક્ત ઉત્થાપન અને સ્થિવિદારણની પ્રક્રિયા વડે જાગ્રત થઈને બ્રહ્મરઘમાં પ્રવેશ પામેલી કુંડલિની(પ્રાણ)શક્તિ.
(૮) “ઉપદેશપદમાં જે સાડા ત્રણ કલાઓનું ધ્યાન બતાવેલું છે તે કુંડલિનીનું સૂચક છે.
આ રીતે કુંડલિનીનું ધ્યાન તે ભાવકલા છે અને નાડી વગેરેના દબાણથી થતું કુંડલિનીનું ઉથાન તે દ્રવ્યકલા છે.
કલા ધ્યાનની પ્રક્રિયા :
ઉપદેશપદ ગ્રન્થમાં વર્ણવેલી કલા-કુંડલિનીના થાન અંગેની પ્રક્રિયામાં જણાવવામાં આવ્યું છે કે
ધ્યાનમાગના અભિલાષી સાધકોએ હૃદયમાં સમવસરણસ્થિત તીર્થંકર પરમાત્માના સ્વરૂપની કલ્પના કરીને, ઈદ્રાદિ દેવની જેમ તેમની નિકટ સુધી પ્રવેશ કરે. તે પછી સાડા ત્રણ કલા સહિત તે પરમાત્માનું ધ્યાન કરવું.
સાડા ત્રણ કલાનું રહસ્ય –
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મરૂપ આઠ કલા છે. તે સામાન્યતઃ પ્રત્યેક સંસારી જીવને હેય છે તે આઠ કલામાંથી ચાર ઘાતીકરૂપ ચાર કલા અને આયુષકર્મ કેટલોક ભાગ (અડધા જેટલો ભાગ ક્ષય થઈ જવાથી શેષ રહેલી સાડા ત્રણ કલા [અત્યંત
+ જુઓઃ યોગશાસ્ત્ર “અષ્ટમ પ્રકાશ પૃષ્ઠ:–૨૦૮ થી ૨૧૧-જૈન સાહિત્ય વિકાસ મંડળ પ્રકાશિત. એક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મો ઘાતકર્મો કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org