________________
ર૬ ]
___ ध्यानविचार-सविवेचन સમુદ્રમાં મોજાં ઊછળે છે, તેમ સંસાર–સમુદ્ર પણ અજ્ઞાન-પવન પ્રેરિત સંગવિયાગરૂપ મેજવાળે છે તથા જેને (પ્રવાહની અપેક્ષાએ) આદિ કે અંત નથી. એવો મહા ભયંકર સંસાર-સાગર છે ઈત્યાદિ ચિંતન કરવું તે પણ ધર્મધ્યાનના અંગભૂત છે.
ચારિત્રરૂપી જહાજ –આવા ભયાનક ભવસાગરથી આત્માને પાર ઉતારનાર ચારિત્રરૂપી જહાજ છે. આ જહાજમાં બેસીને આજ સુધીમાં અનંતા આત્માઓ ભવસાગર તરીને મુક્તિપુરીમાં પહોંચ્યા છે.
આ જહાજ કેવું છે? (૧) જેને સુકાની સમ્યગજ્ઞાન છે. (૨) જે સમ્યગદર્શનરૂપ સુદઢ સઢ યુક્ત છે. (૩) જે છિદ્રરહિત છે. (૪) જે તરૂપ પવનથી પ્રેરિત ઈને શીવ્ર ગતિવાળું છે. (૫) જે વિરાગ્યના માર્ગે ચાલતું હોવાથી દુર્ગાનરૂપ માજાએથી અક્ષુબ્ધ છે. (૬) જે મહામૂલ્યવાન શીલાંગરૂપ રત્નથી અલંકૃત છે. (૭) જેની સમગ્ર રચના અલૌકિક અજોડ અને અનુપમ છે. (૮) જેણે પોતાના આશ્રિતને કદી છેહ દીધે નથી. આવા ચારિત્રરૂપી જહાજમાં બેસીને હેમખેમ મુક્તિપુરીમાં પહોંચી શકાય છે.
આ રીતે એકાગ્ર ચિત્તે વિચારવું એ પણ સંસ્થાનવિય ધર્મધ્યાનનો એક પ્રકાર છે.
આખરે માટીમાં મળનારા દેહાદિ પર-પદાર્થોના મમત્વમાંથી મનને મુક્ત કરીને, નહિ મરવાના સ્વભાવવાળા અનંત જ્ઞાનાદિ યુક્ત આમા સાથે જોડવા માટે આ ચારેય પ્રકારનાં ધ્યાન, નિયમ સચેટ અસરકારક છે, એટલે તેને વધુને વધુ અભ્યાસ ધ્યાનમાર્ગના સાધક માટે તે પ્રાણવાયુ જેટલું આવશ્યક છે.
| ધર્મધ્યાનના ઉક્ત ચાર પ્રકારોમાં સંસ્થાનવિય પ્રકારમાં જિનપદિષ્ટ છવાદિ સર્વ પદાર્થોનું નય, નિક્ષેપાદિ વડે ચિંતન અને ધ્યાન કરવાનું કહ્યું છે, તેથી ધ્યાનના સર્વ પ્રકારે તેમાં સમાવેશ થઈ જાય છે.
પિંડમાં બ્રહ્માંડનું અવતરણ કરવાની આ અદ્દભુત કળામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે આ ચારેય પ્રકારનું ધર્મધ્યાન ઉપકારક છે અને આ ધ્યાનમાં કેન્દ્રસ્થાને જિનાજ્ઞાને રાખ વાથી જ સર્વ મંગળકારી ધર્મ-ધ્યાનથી ભ્રષ્ટ કરનારાં અશુભ બળના હુમલા નિષ્ફળ નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org