________________
ર૪ ]
ध्यानविचार-सविवेचन કર્મની સ્થિતિ એટલે કર્મોને આત્મા સાથે ચૂંટીને રહેવાને કાળ. તેના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટએમ ત્રણ પ્રકાર છે.
જેમ કે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (કાળમર્યાદા) ૩૦ કડાકોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે.
કમને રસ (અનુભાગ) અર્થાત્ વિપાક રદય કે જેના ફળરૂપે જ્ઞાનાવરણીય આદિ કર્મોના સ્વભાવની ઉગ્રતા, મંદતા વગેરેનો અનુભવ થાય છે.
કર્મના પ્રદેશ એટલે જીવના અસંખ્ય પ્રદેશો સાથે ચોંટેલા કર્મ પુદગલના દલિકે જે પરદેશી છતાં પારકો પ્રદેશ પચાવી પાડે છે તેમ જીવ–પ્રદેશ ઉપર પિતાનો અડ્ડો જમાવી દે છે.
આ રીતે કર્મપ્રકૃતિ વગેરેના વિપાકનું જિનવચન અનુસાર સ્થિરતાપૂર્વક ચિંતન કરવું એ વિપાકવિય ધર્મધ્યાન છે.
સંસ્થાનવિચયનું સ્વરૂપ (૪) સંસ્થાનવિચય:-જિનવચન અનુસાર જગતમાં રહેલા પદાર્થો–દ્રવ્યનાં સંસ્થાન (આકાર), આધાર, પ્રકાર અને પ્રમાણદિનું ચિંતન કરવું તથા દ્રવ્યના ઉપાદ, વ્યય, બ્રોવ્યાદિ પર્યોનું ચિંતન કરવું તે સંસ્થાનવિય ધર્મધ્યાન છે.
આ ધ્યાનમાં ચૌદ રાજલોક અને જીવાદિ વરૂદ્રવ્યોને જુદી-જુદી રીતે શાસ્ત્ર સાપેક્ષ વિચાર કરવાનો છે.
ચૌદ રાજલકની શાસ્ત્રોક્ત આકૃતિ સાથે પુરુષ દેહાકૃતિ વિશેષ સામ્ય ધરાવે છે તેથી આ વિચારમાં સુગમત રહે છે, તેમજ તેના પરિણામે વિશ્વ-સાયુજ્ય કેળવાય છે.
સંસ્થાન એટલે આકર. જીવના શરીરોનું સમચતુરસ્કાદિ સંસ્થાન છે અને પુદ્ગલ દ્રવ્યનું પરિમંડલાદિ સંસ્થાન છે. તેમજ ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સંસ્થાન લેકક્ષેત્રના સંસ્થાન જેવું છે.
લોકનું સંસ્થાન –અધોલેક વિસ્તીર્ણ પુષ્પગંગેરીના આકારવાળો છે અને ઊર્વક મૃદંગના આકારવાળે છે.
કાળનું સંસ્થાનઃ-કાળનું સંસ્થાન મનુષ્યક્ષેત્ર પ્રમાણ છે કેમ કે કાળ સૂર્ય આદિની ગતિ કિયાથી જણાય છે, તેથી કાળ મનુષ્યક્ષેત્રના આકારવાળે છે–એમ ઉપચારથી કહેવાય છે.
પ્રકાર –દ્રવ્યના ભેદ-પ્રકારનું ચિંતન કરવું જેમ કે ધર્માસ્તિકાય લેકવ્યાપી છે વગેરે.
પર્યાય -ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં રહેલા ઉત્પાતાદિ પર્યાય અર્થાત્ અવસ્થાનું ચિંતન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org