________________
૨૨ ]
ध्यानविचार-सविवेचन આ દેથી સર્વથા મુક્ત છે, તેમજ જેઓ આ દોષને સર્વથા નાબૂદ કરવાના શ્રેષ્ઠ પુરુષાર્થમાં ઉદ્યત છે તેઓએ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની અનન્યભાવે શરણાગતિ સ્વીકારવી એ જ આ ચિંતન-યાનને ફલિતાર્થ છે.
રાગ દ્વેષ કેવા છે?
જીવને ભવરાનમાં ભૂંડે હાલે ભટકાવનારા છે.
કેન્સર, ક્ષય, ભગંદર આદિ દેહના રોગ છે જ્યારે આ રાગ-દ્વેષ આત્માના રોગો છે, માટે ખરેખર ખતરનાક છે. ચીકણા કર્મબંધ કરાવીને જીવને બેહાલ બનાવનાર છે.
અનુકળ વિષય-સાર ગ્રી મળતાં હર્ષની અને પ્રતિકુળ સંગે આવતાં વિષાદની જે લાગણી ઉત્પન્ન થાય છે તેનું કારણ આ રાગ-દ્વેષ છે.
રાગની ઉત્કટતા જીવને દીઘંસંસારી બનાવે છે.
ષની પ્રબળતા જીવને નરકાદિ દુર્ગતિઓમાં ધકેલે છે.
માટે અનંત ઉપકારી ભગવંતે ફરમાવે છે કે–જડને રાગ કરે છેડી દે, તેથી જીવ પ્રત્યે દ્વેષ કરવાની અધમવૃત્તિ પોતાની મેળે છૂટી જશે.
આ વિચારણા તેમજ ચિંતન વડે ચિત્તને વારંવાર ભાવિત કરવું તે પણ અપાયરિચય ધર્મધ્યાનના અંગભૂત છે. - રાગ-દ્વેષની જેમ ચાર કષાયે પણ અતિ ભયંકર છે. જીવને ચાર ગતિમાં રખડાવીને રિબાવનારા છે.
રાગ-દ્વેષ એ અગ્નિકુંડ છે તે કષાય એ લાવારસનું સરોવર છે. દુઃખમૂલક દુઃખફલક અને દુઃખપરંપરક સંસારવૃક્ષનું મૂળ છે.
કેધને કાળાનાગની ઉપમા છે. માનને હાથીની ઉપમા છે. માયાને પાપમાતાની ઉપમા છે. લોભને વધતા તાડની ઉપમા છે.
આ ઉપમાઓના અભ્યાસ દ્વારા ધ્યાનમાના સાધકે ક્ષમા-નમ્રતા–સરળતાનિર્લોભતા આદિ ગુણોથી ભરેલા જિનેશ્વવરદેવના ભજનમાં મન પરોવવાનું છે કે જેથી તે ધર્મધ્યાનમાં સુગમતાથી સ્થિર થઈ શકે.
મિથ્યાત્વાદિની અનર્થતા રાગ-દ્વેષ અને કષાયનું મૂળ કોઈ હોય તો તે મિશ્યાવ છે. દહમાં આત્મબુદ્ધિ આ મિથ્યાત્વ પેદા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org