________________
~
[ ૨૧
ध्यानविचार-सविवेचन આ બધું સંસ્થાનવિચય ધર્મધ્યાનમાં સ્થાન પામે છે.
લોકસ્વરૂપનું ચિંતન જિનેશ્વર દેવે બતાવેલા અનાદિ નિધન-નિત્ય અને નામ, સ્થાપના આદિ ભેદવાળા પંચાસ્તિકાયમય લોકનું ચિંતન કરવું તે, કે ઊર્વ અને તિર્લફસ્વરૂપ લેકનું ચિંતન કરવું તે, તથા લેકમાં રહેલ ઘમ્માદિ નરકભૂમિઓ, ઘનેદધિ આદિ વલ, જબૂદ્વીપ આદિ દ્વીપે, લવણદિ સમુદ્રો, સીમંતક આદિ નારકાવાસે,
તિષી તથા વિમાનિકદેવ—સંબંધી વિમાન, ભવનપતિદેવાદિ–સંબંધી ભવન તથા બીજા ગામ, નગર, ક્ષેત્ર વગેરેનું સિદ્ધાન્ત સાપેક્ષ સ્વરૂપ ચિંતવવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે.
આ ચિંતનની સાથે સાથે જીવ-સ્વરૂપનું ચિંતન પણ મુમુક્ષુ સાધક માટે અત્યંત આવશ્યક છે.
તે ચિંતન આ પ્રકારે થઈ શકે – જીવ ઉપગ લક્ષણવાળ અને નિત્ય છે. જીવ અરૂપી છે. શરીરના જે ધર્મો છે તેનાથી ભિન્ન ધર્મો જીવના છે. જીવ પિતાનાં કર્મોને કર્તા અને ભક્તા છે. જીવમાં શિવત્વ છુપાએલું છે.
આ રીતે જીવ–સ્વરૂપના ચિંતનમાં વધુને વધુ ઊંડા ઊતરીએ છીએ તે એક અલૌકિક દુનિયાનાં દર્શન થાય છે, જેની તીવ્ર તાલાવેલી પ્રત્યેક ધર્મ સાધકને હોય છે.
સંસારસમુદ્ર–જીવ પિતાનાં અશુભ કર્મોના ઉદયે સંસારરૂપી સમુદ્રમાં ભટકે છે. એ સંસારસમુદ્રનું સ્વરૂપ ચિંતવવું.
જેમ કે–સમુદ્ર જળથી પૂર્ણ હોય છે તેમ સંસારરૂપી સમુદ્ર જન્મ-મરણદિરૂપ જળથી ભરેલો છે.
સમુદ્રમાં પાતાળ-કળશ હોય છે તેમ સંસારરૂપી સમુદ્ર કષાયરૂપ ચાર પાતાળ કળશ યુક્ત છે.
સમુદ્રમાં મેટા ખડક હોય છે, તેમ સંસારરૂપી સમુદ્રમાં અનેકવિધ અંતરાયરૂપ મેટા ખડકે છે.
સમુદ્રમાં ઉપદ્રવકારી જળજતુઓ હોય છે, તેમ સંસારસમુદ્ર સેંકડો દુઃખ, સંકટ તેમજ દુર્વ્યસનરૂપ જંતુઓથી વ્યાપ્ત છે.
સમુદ્રમાં ભયાનક આવો હોય છે, તેમ સંસારસમુદ્રમાં મેહનીયકર્મ એ જ ભ્રમણ કરાવનાર હોવાથી ભયાનક આવર્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org