________________
ध्यानविचार-सविवेचन લડ્યા –
“લેશ્યા” શબ્દ “ટિફા” ધાતુ ઉપરથી બન્યું છે. હિ ને અર્થ છે ચૂંટવું, સંબદ્ધ થવું અર્થાત્ જેના દ્વારા કર્મ આત્માની સાથે ચૂંટે છે, બંધાય છે તેને ભલેશ્યા' કહે છે.
લેશ્યા આત્માના પરિણામ-અધ્યવસાય રૂપ છે.
ધર્માનીને તીવ્ર–મંદાદિ પ્રકારવાળી પીત, પદ્ધ અને શુકલ લેસ્થાઓ અનુક્રમે વિશુદ્ધ હોય છે અર્થાત્ ધર્મધ્યાન સમયે આત્મપરિણામેની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે.
ધર્મધ્યાનનાં બાહ્યાચલો – (૧) તે સાધક જિનપ્રણીત જીવાદિ તત્ત્વોની દઢ શ્રદ્ધાવાળે હોય.
(૨) સુદેવ અને સુગુરુની ભક્તિ તેમજ સેવા કરવામાં સદા સક્રિય હોય, તેમના ગુણોની પ્રશંસા કરવામાં સદા મેખરે હેય.
(૩) કૃતાભ્યાસ, શીલ અને સંયમમાં પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ કરનારો હોય. (૪) લોકસંજ્ઞાને ન અનુસરતાં જિનાજ્ઞાને અનુસરનાર હોય. આ ચિહ્ન વડે ધર્મયાનના ધારકને ઓળખી શકાય છે. ધર્મધ્યાનનું ફળ :–
ધર્મધ્યાનનું ફળ અમેઘ છે, અચિત્ય છે, અમાપ છે. કેઈ છસ્થ તેને પૂરે કયાસ કાઢી શકતો નથી પરંતુ સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર પરમાત્માના વચનાનુસાર તેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે કે –
ધર્મધ્યાનના પ્રભાવે શુભ આસવ-પુણ્ય પ્રકૃતિઓને બંધ થાય છે, સંવર આવતાં અશુભ કર્મો અટકી જાય છે; નિર્જરા-પુરાણા કર્મને પણ અંશે-અંશે ક્ષય થાય છે અને પરલોકમાં દેવતાઈ સુખની વિપુલ સામગ્રી પ્રાપ્ત થાય છે.
શુભ આસવને અનુબંધ થવાથી અનુક્રમે ઉત્તમ કુળ, બેધિ લાભ, પ્રવજ્યા, કેવળજ્ઞાન અને મેક્ષ પ્રાપ્ત થાય છે.
ધર્મધ્યાનના પ્રભાવે વ્યક્તિગત આ લાભ થવા ઉપરાંત સમષ્ટિમાં ભદ્રંકર વાતાવરણ વધુ સમૃદ્ધ બને છે કારણ કે એકના ધર્મથી સર્વને લાભ થતું હોવાનું શાસ્ત્રીય વિધાન છે.
(૨) પરમધ્યાન મૂળપાઠ - vમધ્યાન-ગુવછચ પ્રથમ મેર–પૃથવિતરિવાર | ૨.
અર્થ : શુકલ યાનને “પૃથકત્વ વિતર્ક સવિચાર' નામને જે પ્રથમ ભેદ તે પરમધ્યાન કહેવાય છે.
વિવેચન :- ધ્યાન શતક' વગેરે ગ્રન્થોમાં શુકલધ્યાન સંબંધી વિશેષ માહિતી આપેલી છે. પ્રસ્તુત વિષયમાં તેના ઉપયોગી સારો વિચાર અહીં કરવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org