________________
રેo
ध्यानविचार-सविवेचन રાગ ગયે તુજ મન થકી.” એ સ્તવન પંક્તિ પૂરી કર્યા પછી આપણે આપણું મનનું નિરીક્ષણ કરવાનું છે કે જેથી તેમાં રહેલા રાગાદિ દોષના દાસ થઈને આપણે જીવીએ છીએ કે તેને સમૂળ ઉછેદ કરનારા જિનેશ્વર ભગવંતોના દાસ થઈને જીવીએ છીએ તેને સ્પષ્ટ ખ્યાલ આપણને આવે.
આ ખ્યાલ આવ્યા પછી તરત એ હકીકત ખ્યાલમાં આવે છે કે રાગાદિ દેને જીતવાનું કામ અત્યંત કઠિન છે.
આ ખ્યાલ જેમ જેમ સુદઢ બનતું જાય છે તેમ તેમ રાગાદિ દોષોને જીતવાના પ્રયત્નમાં કટિબદ્ધ સાધુ ભગવંતે પ્રત્યે અપૂર્વ પ્રમોદભાવ પેદા થાય જ. - આ ચાર ભાવના પ્રભાવે દોષ સેવતાં ઝાટકા લાગે છે અને સદગુણ નિજ અંગભૂત બને છે.
થોડલે પણ ગુણ પર તણે, દેખી હષ મન આણે રે...” અમૃતવેલની સજઝાયની આ પંક્તિ ખૂબ જ માર્મિક છે. સંસારવર્તી સર્વ અપાયનું ઉમૂલન કરવાની અમાપ શક્તિવાળી છે. તેનાથી ચિત્તને પુનઃ પુનઃ ભાવિત કરતા રહેવું તે પણ અપાયવિચય ધ્યાનનું એક અંગ છે. (૩) વિપાકવિચ, ધ્યાન અને કરુણુભાવના :
વિપાક એટલે પરિણામ, ફળ.
જગતના જીવોની દીનહીન અને દુઃખમય હાલત જોઈ કર્મનાં વિચિત્ર ફળાને વિચાર કર, તેના પર ચિંતન કરવું તે વિપાકવિચય ધ્યાન કહેવાય છે.
આ વિચાર અને ચિંતન નિતાંત કરુણાજનક છે.
દવાખાનાના ખાટલા પર દુઃસહ્ય વ્યાધિથી રિબાતા તેમજ કણસતા દર્દીને જોઈને ગમે તેવા કઠોર હદયના માણસને પણ એક વાર તે કરુણ સ્પશી જાય છે; તો પછી વિવિધ પ્રકારનાં અશુભકર્મોના ભાવ-રોગથી સતત પીડાતા તેમજ હાયવોય કરતા જીવને જોઈને પથ્થર જેવા હૃદયવાળા માણસને પણ કરુણા ને સ્પર્શે તે કેમ મનાય ?
વિપાકવિચય યાનના અભ્યાસીને પોતાનું ધ્યાન માત્ર પિતાનાં જ કર્મનાં ફળ ઉપર રાખવાનું નથી, પણ કર્મ ગ્રસ્ત સર્વ જી ઉપર રાખવાનું છે. તેમ કરવાથી તે બધા જીવો ઉપર નિઃસીમ કરુણા વરસાવનારા જિનેશ્વર પરમાત્માની કરુણાને પાત્ર બનાય છે અને કરુણુ જગાડનારા કર્મગ્રસ્ત જી પણ અપેક્ષાએ ઉપકારક પ્રતીત થાય છે.
પ્રમોદભાવનામાં યેય તરીકે ગુણાધિકત્વ હોય છે, તેમ કરુણાભાવનામાં દુઃખાધિકત્વ એ ધ્યેય છે.
જીવ માત્રને પોતાના દુઃખની કરુણું તો હોય જ છે, પણ તે આર્તધ્યાન સ્વરૂપ છે. તે જ્યારે સર્વ જીવવિષયક બને છે ત્યારે ધર્મધ્યાન સ્વરૂપ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org