________________
ध्यानविचार-सविवेचन
ધ્યાનયોગ્ય ચિંતા–ભાવના અને સ્થાન શુભધ્યાનમાં મનને સ્થિર કરવા માટે શાસ્ત્ર સાપેક્ષ છવાદિ તનું ચિંતન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ભાવનાનો અભ્યાસ આવશ્યક છે.
મનને હંમેશાં શુભભાવનાના માનસરોવરમાં સ્નાન કરાવવું જોઈએ. રાજના આ અભ્યાસના પરિણામે મન દુધ્ધનના ઉકરડે જતું અટકે છે એ અનુભવસિદ્ધ હકીકત છે.
જેમ સોયમાં દોરો પરોવ હોય, તે તેના અગ્રભાગને અણીદાર બનાવવો પડે છે તે જ તે સોયના નાકામાં પરોવાય છે તેમ જયારે ચંચળ મન સ્થિર થાય છે ત્યારે જ તે સત્ તવના ધ્યાનમાં પરોવાય છે.
મનની ચંચળતા અને મલિનતા દૂર કરવા માટે તેને હંમેશાં સભાનપણે સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ત્રિવેણીમાં સ્નાન કરાવવું પડે છે.
મનની એ ખાસિયત છે કે તેને આપણે જેવા પ્રકારના વિચારોને રંગ ચઢાવીએ છીએ તેવું તે બની જાય છે.
વિપરીત બુદ્ધિ, પદગલિક આસક્તિ, વિષયલેલુપતા અને કષાય આદિ દોષથી મન અનાદિકાળથી વાસિત બનેલું છે.
આ દુષ્ટ વાસનાઓના બળને તેડી નાખવા માટે શુભ ચિંતા અને ભાવનાઓને અભ્યાસ અનિવાર્ય છે.
સે મણ લાકડાના મોટા ઢગલાને ખેરનો એક અંગારો અપ કાળમાં ભસ્મીભૂત કરી નાખે છે તેમ અશુભ ભાવનાના સામર્થ્યને સર્વસવ-હિતાશયરૂપ શુભ ભાવના અપકાળમાં પાંગળું બનાવી દે છે. પછી વિપરીત બુદ્ધિ, પૌગલિક આસક્તિ, તેમજ વિષ વગેરેનું આકર્ષણ આપે આપ ઓસરતું જાય છે.
સમ્યગ-દર્શન--જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયીના સતત અભ્યાસથી ધ્યાનની યોગ્યતા પ્રગટે છે એ વાત સારી રીતે વિચાર્યા પછી ધ્યાનને ચગ્ય સ્થાન સંબંધી વિચાર કરીએ.
ધ્યાનને વેગ્ય સ્થાન ધ્યાન માટે પવિત્ર અને શાન્ત સ્થાન હોવું અત્યંત જરૂરી છે કારણ કે એગસાધના–માર્ગમાં નવાસવા પ્રવેશેલા સાધકને ઘંઘાટવાળા, જનસમુદાયવાળા તેમજ અન્ય સામગ્રીથી ભરેલા સ્થાનમાં ધ્યાન લાગુ પડતું નથી.
તાત્પર્ય કે ગસાધકે એકાંત અને પવિત્ર સ્થાન પસંદ કરવું જોઈએ. સ્થાનને અનિયમ –
સ્થાનનો ઉપરોક્ત નિયમ પરિણત યાને સિદ્ધ યોગીવર્યોને લાગુ પડતું નથી.. અર્થાત્ જે સાધકે સ્થિર સંહનનવાળા અને આખૂટ ધૈર્યવાળા હોય છે તથા જેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org