________________
૨૪ ]
ध्यानविचार-सविवेचन અત્યંત દુ:ખપ્રદ ભવપરંપરા વર્ધક આ બંને અશુભ ધ્યાનથી સમગ્ર ચિત્તને સર્વથા મુક્ત કરવા માટે દઢ સંકલ્પ, પ્રબળ ધર્મ–પુરુષાર્થ અને સતત જાગૃતિ ખૂબ જ આવશ્યક છે.
આવા સંકલ્પ, પુરુષાર્થ અને જાગૃતિ જગાડવા માટે દેવ-ગુરુની નિત્યભક્તિ અત્યંત અગત્યની છે.
દેવ પરમ શુદ્ધિવંત છે. ગુરુ તે શુદ્ધિની સાધનામાં અપ્રમત્તપણે પ્રયત્નશીલ છે, એટલે તેમની સેવા-ભક્તિથી અશુભ ધ્યાનનું બળ તોડનારું શુભ ધ્યાન મનમાં પ્રગટ થાય છે.
અશુભ વિચારો, તેનું સેવન તેમજ ધ્યાન એ એક એવો ભાવ-રોગ છે કે તેનું નિવારણ ભવજેતા શ્રી અરિહંત પરમાત્માને ત્રિવિધે ભજવાથી જ થાય છે.
અમાસની રાતનો અંધકાર સૂર્યોદય થતાં અદશ્ય થઈ જાય છે. તેમ મનના ગગનમાં વિશ્વ-દિવાકર અરિહંત પરમાત્મા પધારતાં ત્યાં રહેલે ભાવાંધકાર કે જે મુખ્યતયા રાગ-દ્વેષાત્મક હોય છે તે નિયમા પલાયન થઈ જાય છે અને ત્યાં ધર્મધ્યાનરૂપી મંગલ પ્રભાત પ્રગટે છે.
આધ્યાન અને રૌદ્રધ્યાન દ્રવ્ય ધ્યાન છે કારણ કે તે ભવભ્રમણના હેતુરૂપ છે.
ધર્મ ધ્યાન એ ભાવ ધ્યાન છે કારણ કે તે ભવપરંપરાને સમૂળ ક્ષય કરી અક્ષય સુખ આપનાર છે.
ધર્મધ્યાનમાં આત્મ-વસ્તુના શુદ્ધ સ્વાભાવનું ધ્યાન મુખ્ય છે. તે ધ્યાનની ભૂમિકા પ્રાપ્ત કરવા માટે જિનેન્દ્ર અનુષ્ઠાને, વ્રત-નિયમ વગેરેનું ત્રિવિધે ચઢતા પરિણામે નિયમિત રીતે સેવન કરવું પડે છે માટે તે પણ ધર્મસ્થાનનાં જ અંગ ગણાય છે.
ભાવ ધ્યાનના મુખ્ય ચાર પ્રકારે છે. મૂળપાઠ –માવતeતુ વાજ્ઞાષા-વિષા–સંસ્થાનવામિ ધર્મધ્યાનમ્ |
અર્થ :–આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય, એમ ચાર પ્રકારનું ધર્મધ્યાન એ ભાવથી ધ્યાન છે.
વિવેચન :-આ સૂત્રમાં ભાવ ધ્યાનના મુખ્ય ચાર પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ છે.
ધ્યાન માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ તેમજ પ્રગતિ સાધવાની દઢ ઈચ્છાવાળા સાધકે સૌ પ્રથમ અધિકારી મહાપુરુષ પાસેથી ધ્યાનની પૂર્વભૂમિકારૂપ ચિતા–ભાવના વગેરેનું સ્પષ્ટ માર્ગદર્શન મેળવી તદનુસાર પૂર્વાભ્યાસ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org