________________
ध्यानविचार-सविवेचन
[ ૨૨ તેમ છતાં કાયા અને વાણીના વ્યાપાર પર અંકુશ સ્થાપવાના કાર્ય કરતાં મનના વ્યાપાર પર અંકુશ સ્થાપવાનું કાર્ય ખૂબ જ કઠિન છે—એ હકીકતની જરા જેટલી પણ ઉપેક્ષા ધ્યાનમાર્ગના સાધકે ન કરવી જોઈએ.
એટલે અનુભવી સંતે ફરમાવે છે કે કાયા અને વાણીના ચીપિયા વડે મનને બરાબર પકડીને દેવાધિદેવના ચરણકમળમાં સમર્પિત કરવું તે સર્વોત્કૃષ્ટ ઘર્મધ્યાનની અનુભૂતિનો માર્ગ છે.
નિયમ છે કે સ્કૂલ વસ્તુ ઉપર નિયંત્રણ સ્થાપવામાં માણસને જે મહેનત પડે છે તેના કરતાં અધિક મહેનત સૂકમ વસ્તુને વશવતી બનાવવામાં પડે છે.
એટલે ધ્યાન-પ્રાપ્તિને કઈ ચોકકસ કમ નહિ હોવા છતાં તન અને વચનની સાથે મનને પણ કહ્યાગ બનાવવાની પૂરતી ચીવટ સાધકે રાખવી જોઈએ.
ધ્યાતવ્ય જે ધ્યાન ધર્મથી યુક્ત હોય છે તે ધર્મ ધ્યાન કહેવાય છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય–આ ત્રણ અવસ્થાયુકત જે વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે તે જ ધર્મ છે અર્થાત્ વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જે ધ્યાનમાં વસ્તુ (પદાર્થ)ના સ્વભાવનું ચિંતન કરવામાં આવે તે ધર્મધ્યાન ૬ છે. ધર્મધ્યાનમાં ધ્યાન કરવા યોગ્ય મુખ્ય પદાર્થો (વિષયો) ચાર પ્રકારના છે -
(૧) આજ્ઞાવિચય, (૨) અપાયવિચય, (૩) વિપાકવચય અને (૪) સંસ્થાનવિય. ૧. આજ્ઞાવિચધ્યાનમાં જિનેશ્વરની આજ્ઞા એ દયેય છે.
૨. અપાયરિચયધ્યાનમાં રાગ-દ્વેષ અને કષાયથી ઉત્પન્ન થતા દુઃખમય સંસારનું ચિંતન એ દયેય છે.
૩. વિપાકવિચધ્યાનમાં કર્મના શુભાશુભ ફળનું ચિંતન એ દયેય છે.
૪. સંસ્થાનવિચ ધ્યાનમાં ચૌદ રાજલક અને જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું ચિંતન એ ધ્યેય છે.
આ ચારે પ્રકારનાં યાનનું સ્વરૂપ સંક્ષેપથી આ રીતે વિચારી શકાય છે
(૧) આજ્ઞાવિચયઃ–પરમ આપ્ત-પુરુષ શ્રીજિનેશ્વર પરમાત્માનું ધ્યાન એ જ આજ્ઞા છે અર્થાત જિન-વચન સ્વરૂપ દ્વાદશાંગી-જિનાગમ એ પણ આજ્ઞા છે. તે આજ્ઞાના અર્થને નિર્ણય કરવું તે વિચય છે. १. तत्रानयेतं यद् धर्मात्तद् ध्यानं धर्म्यमिष्यते । धर्मोऽहि वस्तु-याथात्म्यमुत्पातादि यात्मकम् ।।
___ -श्रीजिनसेनाचार्यकृतं महापुराण, पर्व २१, श्लो. १३३. * आप्तवचनं प्रवचनं चाज्ञा, विचयस्तदर्थनिर्णयनम् ।
પ્રશમરતિ–વસરળ, . ૨૪, सब्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सध्वे सत्ता न हंतव्वा ।
માવાર-સૂત્ર જોશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org