________________
૬ ]
ध्यानविचार-सविवेचन જ્ઞાનાદિ ચાર ભાવનાઓ કે સમ્યક્ત્વાદિ પાંચ ભાવનાઓ અત્યંત ભાવિત કરી હોય છે, તે સાધક મહાત્માઓને તે ગીચ વસતીવાળું નગર કે નિર્જન અરણ્ય બંને સમાન હોય છે. તેઓ ગમે તેવા સ્થાનમાં રહીને પણ સમતાભાવ બરાબર જાળવી શકે છે.
આ નિયમ ધ્યાનમાર્ગમાં દાખલ થયેલા નવા સાધકોને લાગુ પડતો નથી.
આસન બાંધીને બેસવાથી મનને બાંધવામાં સુગમતા રહે છે તેને ખ્યાલ પણ નવા સાધકે રાખવો જોઈએ.
આસન બાંધવાની સુગમતા માટે ઊણોદરી વ્રત પણ એટલું જ જરૂરી છે. તેમજ વાત, પિત્ત અને કફને વિકૃત કરે એવો આહાર ન વાપરવાની ખાસ કાળજી પણ નવા સાધક માટે સવિશેષ જરૂરી છે.
કાળની અનિયતતા ધ્યાન ક્યા સમયે કરવું” એ પ્રશ્ન પણ સાધક માટે સહજ છે, પરંતુ જ્ઞાની મહાપુરુષોએ એ માટે કઈ ચક્કસ સમય બતાવ્યું નથીપણ જે સમયે મન, વચન અને કાયા સ્વસ્થ જણાતાં હોય, તે સમય ધ્યાન માટે ઉચિત ગણે છે.
દિવસે, સંધ્યાએ રાત્રિએ કે દિવસના અમુક ચોક્કસ ભાગમાં જ ધ્યાન કરવું એ સિવાય નહીં—એ કેઈ નિયત સમય નથી.
હા, એટલો નિર્દેશ જેવા મળે છે કે બ્રાહ્મમુહૂર્ત યા રાતની પાછલી છ ઘડી બાકી રહે ત્યારે મુમુક્ષુ સાધકે પરમાત્માનું ભજન-ધ્યાન કરવામાં ઉદ્યમવંત બનવું જોઈએ, કારણ કે આ કાળની આગવી પવિત્રતા અને નીરવતાને સીધો લાભ ધ્યેયનિષ્ઠ સાધકને સ્વાભાવિક રીતે મળતો હોય છે. તેમ છતાં આ કાળને જ ધ્યાનનો કાળ કહેવા ૩૫ એકાન્તમત શાસ્ત્રકાર ભગવંતે એ પ્રરૂપે નથી, એ હકીક્ત સદા સ્મરણમાં રાખવા જેવી છે. આસન :
ધ્યાનમાં યોગ્ય આસન પણ તે જ ગણાય છે કે જે આસને બેસતાં ધ્યાનમાં કઈ જાતની બાધા ઉત્પન ન થાય.
કાળની જેમ આસનની બાબતમાં પણ કોઈ એકાન્ત નિયમ જિનશાસનમાં નથી.
ચાહે કાત્ય મુદ્રાએ ઊભા રહીને ધ્યાન કરો કે પાસને યા વીરાસને બેસીને ધ્યાન કરો, એટલું જ નહિ પણ અનશન કે રોગાદિના કારણે ચત્તા સૂઈને સાધક નિશ્ચલપણે ધ્યાન કરી શકે છે. તેમાં ચોક્કસ નિયમ એટલો જ છે કે જે આસન બાંધ્યું હોય તેમાં શરીરને ગોઠવી રાખવું જોઈએ, વારંવાર હલાવવું ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org