________________
[ શરૂ
ध्यानविचार-सविवेचन (૪) સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન-જે વસ્તુઓ પોતાને સુખકારી છે, પાંચ ઇનિદ્રના વિષયોને પોષનારી છે, તે વસ્તુઓના સંરક્ષણ માટે એકાગ્રચિત્તે થતા વિચારો તેમ જ તેના સંરક્ષણ માટે ન કરવાનાં પાપકાર્યો જાતે કરવાં, બીજા પાસે કરાવવાં, કરનારાઓની પીઠ થાબડવી વગેરે વિષય–સંરક્ષણાનુબંધી રીદ્રધ્યાન છે.
ટૂંકમાં એમ કહી શકાય કે હિંસાદિ ચારે પાપકાર્યો કરવામાં અને કર્યા પછી પણ ઉલ્લસિત મને આનંદ માનવે એ રૌદ્રધ્યાન છે, અને તે અનુક્રમે “હિંસાનંદ, મૃષાનંદ, સ્તેયાનંદ, અને સંરક્ષણાનંદ (પરિગ્રહાનદ)” આ નામથી પણ ઓળખાય છે. *
આ રીદ્રધ્યાન પહેલાથી પાંચમી ગુણસ્થાનક સુધી હોઈ શકે છે.
રૌદ્રધ્યાન વખતે જીવને અતિ સંકિલષ્ટ (સ્વ–પર કલેશકારી) કૃષ્ણ, નીલ યા કાત લેશ્યા હોય છે.
આ ધ્યાનમાં જીવ શરીર છોડે તે નરકમાં જાય છે. રૌદ્રધ્યાનનાં લક્ષણે –
(૧) ઉસણદોષ-નિરંતરહિંસા, જૂઠ, ચોરી આદિ પાપ પ્રવૃત્તિ કરવી તે. (૨) બહુદોષ-હિંસા આદિ સર્વ પાપમાં સતત પ્રવૃત્તિ કરવી તે. (૩) અજ્ઞાનદોષ–અજ્ઞાનથી, કુશાસ્ત્રોના સંસ્કારથી, હિંસા આદિ પાપકાર્યોમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે. (૪) આમરણાંતોષ-જીવનની અંતિમ ક્ષણ-મરણ સુધી જરા પણ પશ્ચાત્તાપ કર્યા સિવાય કાલસૌકર આદિની જેમ હિંસાદિ પાપનું આચરણ કરવું ઈત્યાદિ રૌદ્રધ્યાનનાં લક્ષણે છે.
કાલસકર નામનો કસાઈ, જેણે જીવનભર રેજના ૫૦૦ પાડાઓની હત્યા કરી, અંતે હિંસાનાં કુર-રૌદ્ર પરિણામે માં જ મૃત્યુ પામી રૌરવ દુઃખમય નારકીમાં ઉત્પન્ન થયો.
અતિ ભયાનક આ પરિણામોથી બચવા દેવ-ગુરુની ભક્તિમાં મન વધુને વધુ પરોવવું જોઈએ.
શુભ ધ્યાનને પ્રારંભ જીવને અનાદિ કાળથી ઉક્ત આધ્યાન અને રૌદ્રધ્યાનને અભ્યાસ છે માટે આ ધ્યાન કેમ કરવું તેની કળા જીવને સહજ સાધ્ય છે.
ક તત્વાર્થ સૂત્ર | ૨-૩૭ -શ્રણનrfજીવા. ___ " हिंसानंद मृषानंद स्तेयानंद संरक्षणात्मकम् ।”
–“મહાપુરાન' ! વર્ષ-૨૨, નાથા-રૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org