________________
ध्यानविचार-सविवेचन આ જ્ઞાનાદિ, અનિત્યસ્વાદિ કે મૈત્રી આદિ ભાવનાઓ ચિત્તને ધર્મધ્યાનમાં જોડવા માટે હેતુભૂત બને છે એમ શાસ્ત્રકાર ભગવતે ફરમાવે છે.'
શુભ ભાવનાઓને “ભવનાશિની' કહીને શાસ્ત્રકાર ભગવતેએ તેને સામર્થ્યને યથાર્થ પણે બિરદાવ્યું છે.
અનુપ્રેક્ષા અનુપ્રેક્ષા એટલે પછીથી વિચાર કર. જે તરનું વિધિ-બહુમાનપૂર્વક અધ્યયન કે ધ્યાન કર્યું હોય તેને યાદ કરીને તદનુરૂપ જે ચિંતન-મનન કરાય તેને અનુપ્રેક્ષા કહે છે.
ધ્યાન અંતર્મુહૂર્તથી વધારે ટકતું નથી. અંતમુહૂત એટલે બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટની અંદરનો કાળ. એટલે કાળ પસાર થયા પછી મન ધ્યાનથી ચલિત થાય છે. એ સમયે મનને તત્ત્વ-સ્મરણમાં જોડવું એને અનુપ્રેક્ષા કહે છે. એથી મન ફરીથી ધ્યાનમાં જોડાવા પૂર્વે બીજા-ત્રીજા વિચારોમાં અટવાતું નથી, પણ ધ્યાનને અનુરૂપ વિચારોમાં રમતું રહે છે.
દા. ત. મનને સંસાર વગેરેની અનિતા, અશરણુતા, વિચિત્રતા આદિની વિચારણામાં રોકવું તે પણ એક પ્રકારની અનુપ્રેક્ષા છે.
જે જીવાદિ તત્વોનું જ્ઞાન મેળવ્યું છે તેનું પુનઃ ચિંતન કરવું, એ પણ અનુપ્રેક્ષા છે.
આ સર્વ પ્રકારની અનુપ્રેક્ષા દ્વારા સ્થિર, શાન્ત બનેલું મન ફરીથી ધ્યાન સાધનામાં સરળતાથી જોડાઈ શકે છે.
ચિંતા–ચિંતા એટલે ભાવના અને અપેક્ષા વગરની મનની અવસ્થા, એટલે કે – દયાનની પૂર્વે ચલચિત્ત થતું જીવાદિ તત્તનું કે જિનાજ્ઞાના અચિંત્ય મહિમા વગેરેનું ચિતન.
તત્વચિંતા, પરમતત્વચિંતા વગેરે જે વિશિષ્ટ પ્રકારની ચિંતાઓ પ્રસ્તુત ગ્રન્થમાં આગળ દર્શાવી છે તેના દ્વારા સાધકે રાગદ્વેષને પાતળા પાડવાના છે, જેથી તે વીતરાગ જિનેશ્વરકથિત પરમ મંગળકારી ધર્મધ્યાન માટેની ગ્યતા પ્રાપ્ત કરી શકે.
ભાવના, અનુપ્રેક્ષા અને ચિતાના આ સ્વરૂપને ગુરુગમથી વધુ સારી રીતે સમજીસ્વીકારીને ધ્યાન સિવાયના કાળમાં મનને તેના વડે પુનઃ પુનઃ ભાવિત કરવાનું છે.
પ્રસ્તુત ગ્રન્થમાં બતાવેલ ૨૪ યાન-પ્રકારે એ છઘસ્થ અવસ્થામાં સંભવિત ધ્યાનના પ્રકારો છે. १. सद्धर्मध्यानसंधानहेतवः श्रीजिनेश्वरैः ।
मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः ॥ એક ધમયાનને જોડવા માટે શ્રી જિનેશ્વર ભગવંતોએ મૈત્રી આદિ ચાર પ્રધાન ભાવનાઓ કહી છે.
–“શાન્ત-સુપારસ, ઝ૦ ૧૨, , {
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org