________________
૨૦ ]
ध्यानविचार-सविवेचन તેમજ સ્વકૃત “યોગવિંશિકા અને તેની વૃત્તિમાં પણ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે અને પૂઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દેવસેવા, પ્રભુનામ સ્મરણ, આવશ્યક કિયા, તત્વચિંતન તથા મિથ્યાદિ ભાવોના સેવનને અધ્યાત્મયોગમાં સમાવેશ કર્યો છે. તેથી સ્પષ્ટ થાય છે કે દયાનની પૂર્વભૂમિકામાં દેવસેવાદિ કૃત્યો હોવાં જરૂરી છે અને તે દ્વારા ધ્યાનની પાત્રતા ખીલે છે.
થાનના પ્રકાર ધ્યાનના જે ગ્રેવીસ ભેદો પૂર્વે બતાવી ગયા, એમને પ્રથમભેદ ધ્યાન” તેનું સ્વરૂપ અને તેના પેટા ભેદો હવે જોઈએ.
મૂળ પાઠ-દ્રવ્યથાર્તા
અથડ-ધ્યાનના મુખ્ય પ્રકાર બે છે : (૧) દ્રવ્ય ધ્યાન તથા (૨) ભાવ ધ્યાન. દ્રવ્યથી ધ્યાન –(૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન.
[ આ બંને ધ્યાન અશુભ પ્રકારનાં છે. તેમાં સર્વ અશુભ દયાનો સમાવેશ થાય છે. માટે તે ત્યાજય છે.]
વિવેચન-શુભ ધ્યાનનું સ્વરૂપ બતાવતા પહેલાં અશુભ ધ્યાનની વાત રજૂ કરવા પાછળ પ્રયોજન એ છે કે – અશુભધ્યાન તેમજ તેનાં કારણોને દૂર કર્યા સિવાય શુભયાનને પ્રારંભ જ થઈ શકતો નથી.
જેમ વસ્ત્રની મલિનતા દૂર કર્યા સિવાય એને નવો રંગ બરાબર ચઢતો નથી, તેમ મનની મલિનતા-અશુદ્ધિ દૂર કર્યા વિના શુભ ધ્યાનને રંગ એને લાગતું નથી.
પાણીની જેમ મનને પિતાને પોતાનો કઈ રંગ નથી. પાણીમાં જે રંગ નાખીએ છીએ તેવું તે બને છે, તેમ મનને જેવાં શુભ કે અશુભ નિમિત્તે મળે છે તેવું શુભ કે અશુભ ચિંતન રંગને પકડતા પાણીની જેમ પકડી લે છે.
અશુભ ચિંતન અને અશુભ ભાવના અશુભ ધ્યાનને ઉત્પન્ન કરે છે.
શુભ સ્થાનને લાવવા માટે જેમ શુભ ચિંતન અને શુભ ભાવમૂલક પ્રવૃત્તિઓ જરૂરી છે, તેમ અશુભ ધ્યાને દૂર કરવા માટે તેના કારણરૂપ અશુભ ચિંતાઓ, અશુભ ભાવનાઓ, હિંસાદિ પ્રવૃત્તિઓ, મન-વચન-કાયાને અશુભ વ્યાપાર પણ છોડવાં એટલાં જ જરૂરી છે.
પતે પહેરેલા સ્વચ્છ વસ્ત્રને કાળા ડાઘ ન લાગે તેની કાળજી માણસ રાખે છે, તેમ ધર્મના આરાધકે પિતાના મનને અશુભ ભાવને કાળા ડાધ ન લાગે તેની પૂરતી કાળજી રાખવી જોઈએ. વસ્ત્રને ડાઘ લાગવાથી જે કાંઈ નુકશાન થાય છે તેની તુલનામાં મનને લાગતા ડાઘથી અનંતગણું નુકસાન થાય છે, એ હકીકત તસ્વ-ચિંતકને સદા સ્મરણમાં રહેવી જોઈએ.
આત્તધ્યાન આધ્યાન એટલે દુઃખમાં કે દુઃખના નિમિત્ત થતું ધ્યાન. જીવ આધિ, વ્યાધિ કે ઉપાધિરૂપ કેઈ દુઃખદ સ્થિતિમાં મુકાય છે ત્યારે તેને “જલદીથી મારું દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org