________________
ध्यान विचार - सविवेचन
[ શ્
જે, મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવીને નિર્વિકાર બુદ્ધિવાળા હાય અને તેથી જ જે શાન્ત અને દાન્ત બન્યા હાય તે, ધર્મધ્યાનનેા ધ્યાતા છે.
યેાગબિન્દુ' નામના ગ્રન્થમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ધ્યાનયોગની પૂર્વ અધ્યાત્મયોગ અને ભાવનાયોગના સતત અભ્યાસને જરૂરી બતાવ્યો છે. તેમાં અધ્યાત્મયાગ એ તત્ત્વચિંતન સ્વરૂપ હાવાથી ચિ'તાત્મક છે અને ભાવનાયોગ એ જ્ઞાનાદિશુણાના અભ્યાસરૂપ હાવાથી ભાવનાત્મક છે.
આ રીતે ધ્યાનની પૂર્વ પ્રસ્તુત ગ્રન્થમાં ખતાવેલી ‘ચિંતા' અને ‘ભાવના' તથા યોગબિન્દુ’માં નિર્દિષ્ટ અધ્યાત્મયોગ અને ભાવનાયોગ આ બંને અછૂતઃ એક જ છે, એથી જેના જીવનમાં ચિંતા-ભાવના અર્થાત્ અધ્યાત્મયોગ અને ભાવનાયોગ વણાયેલ હાય એ જ ધ્યાનના યોગ્ય અધિકારી છે.
અધ્યાત્મયાગ શું છે ?
જેનું પ્રત્યેક આચરણ ઔચિત્યયુક્ત હાય, જેના જીવનમાં પાંચ અણુવ્રત કે પાંચ મહાવ્રતા વણાયેલાં હાય, જેનુ મન સ`જ્ઞકથિત જીવાદિ તત્ત્વાના ચિંતનમાં પરાવાયેલુ હાય અને આ બધાના મૂળમાં મૈગ્યાદિ ભાવા રહેલા હાય એ યથાર્થ અધ્યાત્મયાગ કહેવાય છે.૪
ભાવનાયેાગ શુ છે ?
મનની સ્વસ્થતા રાખીને ઉપરોક્ત ઔચિત્યસેવન, તપાલન અને મત્રી આદિ પ્રધાન જીવાદિ તત્ત્વાનું પ્રતિદિન ચિંતન-મનન કરવુ એ ભાવનાયોગ છે.પ
યાગ, ધ્યાન, સમાધિ, ધીરોધ (મુદ્ધિની ચંચળતાના રોધ, સ્વાન્ત નિગ્રહ (મનને વશ કરવું) અને અન્તઃસલીનતા (આત્મ-સ્વરૂપમાં લીનતા) વગેરે ધ્યાનના પર્યાયવાચી શબ્દો છે—એમ વિદ્વાન કહે છે.
* मनसश्चेन्द्रियाणां च, जयाद् यो निर्विकारधीः । धर्मध्यानस्य स ध्याता, शान्तो दान्तः प्रकीर्तितः ॥
૪. શૌચિત્યાર્-વ્રતપુરુમ્ય વચનાત્તવચિન્તનમ્ । मैत्रयादिसारमत्यन्त- मध्यात्मं तद्विदो विदुः ॥
- 'अध्यात्मसार' ध्यानाधिकारः, श्लोक ६२
ચિત પ્રવૃત્તિ અને વ્રતયુક્ત સાધકનુ' મૈત્યાદિ ભાવ પ્રધાન જિતાગમ અનુસારી જે તત્ત્વચિંતન તેને અધ્યાત્મવિદ્ પુરુષો ‘ અધ્યાત્મયોગ ’કહે છે,
---યોવિન્દુ' ક્ટો. રૂ૮.
૫. થમ્યાલોડનૈવ વિજ્ઞયઃ પ્રત્યકૢ વૃદ્ધિસંગત: ।
मनः समाधिसंयुक्तः पौनःपुन्येन भावना ||
મનની સમાધિપૂર્વક પ્રતિદિન વૃદ્ધિ પામતે! આ અધ્યાત્મયોગના પુનઃ પુનઃ અભ્યાસ એ ભાવનાયેાગ છે.
~~~‘યોનિg;' જો. ૬.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org