________________
ध्यानविचार-सविवेचन પૂર્વધર મહર્ષિની કૃતિ હેય એમ જણાય છે. આ સ્તોત્રની તેત્રીસમી ગાથામાં નમસ્કાર મહામંત્રને “પરમ મંત્ર, પરમરહસ્ય, પરાત્પરં તવં', પરમજ્ઞાન, પરમય, શુદ્ધધ્યાન અને સર્વશ્રેષ્ઠ દયેયરૂપે વર્ણવ્યો છે. તેમાં ધ્યાન અને પરમધ્યાન'–આ બે ધ્યાન પ્રકારને સ્પષ્ટ નિદેશ જોવા મળે છે. ચોત્રીસમી ગાથામાં શેષ બાવીસ ધ્યાન પ્રકારોમાંથી “તિ વગેરેને સ્પષ્ટ નામેલ્લેખ છે અને કેટલાંક નામ ગર્ભિતરૂપે સૂચવાયાં છે એમ આ સ્તંત્રના અધ્યયનથી સમજી શકાય છે.
આ ગ્રન્થની શાસ્ત્રસમ્મતતાની વિશેષ પ્રતીતિ એમાં આપેલી અનેક જિનાગમની અને પ્રકરણ-ગ્નની સાક્ષીભૂત ગાથાઓથી પણ થાય છે.
શ્રી આવશ્યક સૂત્ર નિયુક્તિ, દશવૈકાલિક નિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, બૃહત્ કલ્પસૂત્ર વૃત્તિ, ધ્યાનશતક, કર્યપ્રકૃતિ આદિ અનેક ગ્રન્થની અનેક સાક્ષી ગાથાઓ આ ગ્રંથમાં જોવા મળે છે.
આ ગ્રન્થની શાસ્ત્રીયતા સાથે એની આગવી વિશેષતા એ છે કે – એમાં ધ્યાનની પરિભાષા, વ્યાખ્યા અને ભેદ-પ્રભેદોનું જે વિસ્તૃત વર્ણન જોવા મળે છે, તે વર્તમાનમાં વિદ્યમાન ધ્યાન-વિષયક અન્ય ગ્રન્થમાં પ્રાયઃ જોવા મળતું નથી.
આ ગ્રન્થમાં સર્વ પ્રથમ ધ્યાનાદિ ૨૪ પ્રકારે બતાવીને તેને ૬ પ્રકારનાં કરણેથી ગુણતાં ૨૩૦૪ ભેદો થાય છે.
તેને ૯૬ કરણગથી ગુણતાં ૨,૨૧,૧૮૪ ભેદો થાય છે, તેમજ ૯૬ ભવનયોગથી પણ ૨,૨૧,૧૮૪ ભેદો થાય છે, બંને મળીને કુલ ૪,૪૨,૩૬૮ ભેદો ધ્યાનના થાય છે. તે આ અડ-અપૂર્વ ધ્યાનને ગ્રન્થ સર્વજ્ઞકથિત શાસ્ત્રરૂપ છે.
જ્ઞાળા પદને રહસ્યાર્થ –
સુન્ન–૪–૦' પૂર્વાચાર્ય પ્રણીત આ સાક્ષીભૂત ગાથામાં ધ્યાનના ૨૪ પ્રકારોને જે ઉલ્લેખ કર્યો છે, તેમાં “જ્ઞાળા પદને સામાન્ય અર્થ “ધ્યાન છે આદિમાં જેના એ થાય છે, પણ વધુ ઊંડાણથી વિચારતાં સમજાય છે કે પ્રથમ ભેદ રૂપ ધ્યાન એ સર્વ ધ્યાનેને મૂલ આધાર છે.
શૂન્ય વગેરે કઈ પણ ધ્યાનમાર્ગની વાસ્તવિક સાધના અને સિદ્ધિ, પ્રથમ ભેદરૂપ ધ્યાનની સાધના અને સિદ્ધિની અપેક્ષા રાખે છે; અને પ્રથમ ભેદરૂપ ધ્યાનની સાધના * एसो परमो मंतो परमरहस्सं परंपरं तत्तं ।
नाणं परमं नेयं सुद्धं झाणं परं झेयं ॥ ३३ ॥ एयं कवयममेयं खाइयमत्थं परा भवणरक्खा । जोई सुन्नं बिंदु नाओ तारा लवो मत्ता ॥ ३४ ॥
–નમાર સ્વાધ્યાય-પ્રાકૃત વિમાન, પૃ. – ૨૦૫-૨૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org