________________
ઉપર્યુક્ત ધ્યાન અને યોગોના દીર્ઘકાળના અખંડ અભ્યાસ દ્વારા સાધ્ધ યારે નિર્વિકલ્પ અવસ્થાને પામે છે ત્યારે તે ક્રમશઃ મિનીકરણ આદિ કરણેને સિદ્ધ કરે છે.
આથી ન્યાય બુદ્ધિને વરેલા કેઈ પણ સુજ્ઞ માણસને સવીકાર કરવો પડે એમ છે કે જિનદર્શનમાં અને તેના સંગભૂત વાયમાં ધ્યાન” દૂધમાં સમાયેલા ઘીની જેમ ઓતપ્રોત છે, દૂધમાંથી જે વિધિપૂર્વક ઘી નીકળે છે તેમજ પ્રાપ્ત થાય છે, તે જ વિધિ પૂર્વક સમગ્રશ્રુતાદિમાંથી ઘી રૂ૫ ધ્યાનની પ્રાપ્તિ થાય છે.
જેના સ્વતંત્ર પ્રણેતા, પ્રરૂપક સ્વયં શ્રી જિનેશ્વર પરમાત્મા છે, તે અર્થાત્મક સૂત્રોમાં તેમજ અનુષ્ઠાનાદિમાં ધ્યાન સર્વ સ્તરે છે જ. જરૂર છે તેમાં ઉપયોગની પાવણીની.
જૈન દર્શનમાં વર્તમાનમાં ઉપલબ્ધ આગમ ગ્રન્થ તથા પ્રકીર્ણ ગ્રન્થોમાં જે એક્ષ માર્ગ દર્શાવવામાં આવ્યો છે, તે સર્વાગ સંપૂર્ણ છે. મોક્ષ પ્રાપક અર્થાત્ આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં સમર્થ ધર્મ, અધ્યાત્મ કે યોગની સાધના જેવી ભૂતકાળમાં હતી, તેવી આજ પણ આ જનશાસનમાં વિદ્યમાન છે, જીવંત છે અને રહેશે. વર્તમાનમાં જિનશાસનમાં ધ્યાન-યોગનો માર્ગ લુપ્ત થયો છે. તેને પુનઃજીવિત કરવાની જરૂર છે, એમ કહેવા કરતા તે માર્ગે ચાલવાની રૂચિ ખૂબજ ઓછી થઈ ગઈ છે અને તેને પ્રદીપ્ત કરવા જે સમ્યક્ પુરુષાર્થ થવો જોઈએ તે પણ બહુ વિરલ જોવા મળે છે. તે રૂચિ અને પુરુષાર્થને પ્રગટ કરવા અને વિકસાવવાની વિશેષ આવશ્યક્તા છે એમ કહેવું વધુ ઉચિત અને સંગત લાગે છે. ધ્યાન-યોગની સાધના માટે જે ખરેખર ભીતરની લગની લાગી હોય તે સર્વ પ્રથમ નીચેના પ્રશ્નો વિચારવા જોઈએ અને તે બાબતેનું–સાચું જ્ઞાન મેળવવું જોઈએ:
વાસ્તવિક યોગ શું છે ? ધ્યાનયોગની સાધનાનું લક્ષ્ય શું છે? યેગને સાચે અધિકારી કેણ હોઈ શકે ? સાધનાને પ્રારંભ કેણે કયાંથી કર જોઈએ ?
તત્ત્વતઃ ધ્યાન-ગની સાધના એ કાંઈ આસન, પ્રાણાયામ કે માત્ર મનની એકાગ્રતા કે નિર્વિચાર-સ્થિતિ નથી, એ તે આત્મા અને પરમાત્મા વચ્ચેની, આત્મા અને સર્વ જીવાતમાઓ વચ્ચેની એક ભાવનાત્મક ભૂમિકા છે, વ્યક્તિગત સંકુચિતતાના કુંડાળામાંથી બહાર નીકળીને વિશ્વાત્માની પરિધિમાં આત્માને ભાવેત્કર્ષ કરવા માટે ધ્યાન-યોગની સાધના છે.
સર્વજ્ઞ, સર્વદશી પરમાત્માની આજ્ઞાને વરેલા જ્ઞાની મહાપુરુષોએ જૈન શાસનની પ્રત્યેક આરાધનાને, પ્રત્યેક અનુષ્ઠાનને સંવર અને નિર્જરા રૂપ કહયાં છે.
જૈન દર્શનના સંવર અને નિર્જરા તત્વ એટલે પૂર્ણ મોક્ષમાર્ગ પૂર્ણ ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org