________________
પર
શૂન્ય ધ્યાન પછી કલાધ્યાનના વિધાનથી સૂચિત થાય છે કે....સાધકનું મન જેમ જેમ વિકલ્પ શૂન્ય-રહિત બનતું જાય છે, તેમ તેમ પ્રાણ શક્તિ સ્થિર બનતી જાય છે. અને પરમકલા ધ્યાનમાં તેની પરાકાષ્ઠા થતાં મહાપ્રાણ ધ્યાન સિદ્ધ થાય છે. જેમાં આત્મા સ્વરૂપલીનતા અનુભવે છે.
એવી રીતે તિ, નાદ, બિન્દુ, તારા, અને લય ધ્યાનમાં સમજવું. પ્રથમ ધ્યેયનું ધ્યાન કરી ધ્યાતા સ્વયં ધ્યેયરૂપે સ્વ આત્માનું ધ્યાન કરે છે. ત્યારે તે ધ્યાનનું કાર્ય સિદ્ધ થાય છે. તેથી તે પરમતિ , પરમનાદ, પરમબિન્દુ, પરમલયાદિ કહેવાય છે.
લયધ્યાનમાં-અરિહંત પરમાત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયનું ધ્યાન થાય છે.
અરિહંતાદિના શરણ-સ્મરણમાં ચિત્તનો નિવેશ. વાલેપની જેમ અરિહંત પરમાત્મામાં ચિત્તનું પ્રણિધાન ચૂંટવું. જેમ વાલેપ કરોડ વર્ષ સુધી ટકે તેમ પરમાત્મા સાથે ચિત્તની પરમ લીનતા કરીને સાધક દીર્ઘકાલ સુધી એકતાને અનુભવ કરી શકે.
પરમલયમાં પરમાત્માના ધ્યાનાશના પ્રભાવે સ્વ આત્મ દ્રવ્ય, ગુણ, પર્યાયનાં ધ્યાનમાં લીનતા થાય છે.
તેવી રીતે લવાયાનમાં શુભધ્યાન રૂ૫ અનુષ્ઠાન દ્વારા કર્મોને ઉછેદ થાય છે. જેમ દાતરડા વડે ઘાસ કપાય તેમ ધ્યાનની તીક્ષ્ણ ધાર વડે ઘણુ અશુભ કર્મો કપાય છે. તેના ફળરૂપે આત્મામાં વિર્યશક્તિનું પ્રાબલ્ય વૃદ્ધિ પામતાં ઉપશમણિ અને ક્ષપકણિશ્રેમાં પ્રવેશ કરવાનું સામર્થ્ય પ્રગટે છે.
જ્યારે આત્મા મહાદિનો ઉપશમ અને ક્ષય કરે છે ત્યારે...તેને “પરમલવ ધ્યાન કહે છે.
લયધ્યાનમાં થતું કર્મોનું ઉચ્છેદન-નિર્જરા અલ્પ પ્રમાણમાં હોય છે. તેના કરતાં પરમલવ ધ્યાનમાં ઉપશમ શ્રેણિ દ્વારા વિપુલ પ્રમાણમાં નિર્જરા હોય છે અને ક્ષેપક શ્રેણિમાં તો મૂળથી જ કર્મોનો ક્ષય થતો હોય છે.
લવ માં કર્મોને ક્ષયોપશમ કરનારા સર્વમાન ભેદો અને સદનુષ્ઠાનેનો સંગ્રહ થયેલ છે.
આ રીતે લવ કે પરમલવ ધ્યાન કે તેની પૂર્વના કે પછીના ધ્યાનના સર્વ પ્રકારે એ કર્મોની નિર્જ કરતા હોવાથી કર્મોના ક્ષપશમ, ક્ષય કે ઉપશમ જનિત આત્મ વિશુદ્ધિના ધોતક છે, જે ગુણસ્થાનક કમારો આદિ ગ્રન્થાથી જાણી શકાય છે.
માત્રા ધ્યાન -સમવસરણસ્થિત, સિંહાસન પર બેસી ધર્મદેશના આપતા તીર્થ"કર પરમાત્માની જેમ પિતાના આત્માને જુએ. તેને “માત્રા ધ્યાન” કહે છે.
એટલે તત્ત્વથી પિતાને આત્માનું ભાવ તીર્થકર રૂપે ધ્યાન કરવું તે “માત્રા ધ્યાન” છે. અને તે “રૂપસ્થ” યાનના સતત અભ્યાસથી સિદ્ધ થાય છે શ્રી તીર્થકર ભગવંતના ગાન વડે જ આ ઇયાન સિદ્ધ થાય છે, તેના વિના સિદ્ધ થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org