________________
પ૭
૧
૨
૩
ચેપીસ ઇયાન ભેદને પરમ રહસ્યાર્થ ધર્મધ્યાન અને શુકલધ્યાનના પ્રથમ ભેદમાં શુભવિકલ્પની પ્રધાનતા છે. તેના સતત અભ્યાસથી ચિત્તની ચાર અવસ્થાઓ (વિક્ષિપ્ત, યાતાયાત / લિષ્ટ, સુલીન) પછી
અશુભ
શુભ શુભવિકલ્પોથી રહિત ચિત્ત બને છે. તેને શૂન્ય ધ્યાન કહે છે, ચિત્ત વ્યાપાર ગ્ય છતાં તેનાં વિકલ્પ વ્યાપારને સર્વથા નિરોધ કરવાથી શું ધ્યાન સિદ્ધ થાય છે.
પરમ શૂન્ય –ચિત્તને પ્રથમ ત્રિભુવન વિષય વ્યાપી બનાવી, કમશઃ એક વસ્તુના વિષયમાં સંકોચી લઈને, પછી તે વસ્તુમાંથી પણ ખસેડી લેવામાં આવે તે “પરમ શૂન્ય ધ્યાન કહેવાય છે.
ભાવ શૂન્યના અભ્યાસથી ક્રમિક વિકાસ થવાથી આ ધ્યાન ક્ષપકશ્રેણિમાં ૧૨ મે ગુણઠાણે પૂર્ણ રૂપે પ્રગટે છે. ત્યાં ભાવ મન-સંકલ્પ-વિકલ્પાત્મક મનનો સર્વથા નાશ થાય છે. મનની ત્રિભુવન વિષયતા :
(૧) કેવળી ભગવંતે કેવળી સમુદ્રઘાત કરતી વખતે ચોથા સમયે આત્મપ્રદેશને સમગ્ર લોક વ્યાપી બનાવે છે. તે અવસ્થાનું ધ્યાન કરવાથી ચિત્તને વિષય સમગ્ર લોકવ્યાપી બને છે. (૨) અથવા
नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनं ।
क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥ સવ અરિહતે પિતાના નામ-સ્મૃતિ-દ્રવ્ય અને ભાવ અવસ્થાઓ વડે સમગ્ર લેકમાં, ત્રણે કાળમાં ત્રણે જગતના સર્વ જીવોને પાવન બનાવે છે. આ રીતે ત્રણે કાળના અરિહંતના સર્વદ્રવ્યો અને તેના સર્વ પર્યાયો તેનો વિસ્તાર અનંત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારેની દષ્ટિએ અનંત અનંત વિસ્તાર છે. તે સર્વ વિસ્તારને સંકેચ આત્મામાં કરવાનો છે. જેમ ચૌદ પૂર્વના સૂત્ર-અર્થ વિસ્તારનો સંકેચ નવકારમાં છે, તેમ નવકારના પાંચે પરમેષ્ટિઓના સર્વ દ્રવ્યો અને પર્યાને સંકોચ એક આત્મામાં કરવાનો હોય છે.
વસ્તુતઃ ત્રિભુવન વ્યાપી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને સંકેચ-સંક્ષેપ એક આત્મ દ્રવ્યમાં કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org