________________
A
અંતરની અભિલાષા :
ધ્યાન જેવા ગહન વિષય ઉપર વિશેષ પ્રકારના અનુભવ વિના માત્ર યોગનિષ્ઠ તત્વદ્રષ્ટા સ્વ. પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરની પ્રેરણા, કૃપા
ધ્યાન યોગ પ્રત્યેની આંતરિક અભિરુચિથી પ્રેરાઈને સ્વાધ્યાયના ઉદ્દેશથી આ યત્કિંચિત્ વિવેચન લખવાનો પ્રયાસ કર્યો છે.
" તેમાં મારી મંદબુદ્ધિ, અજ્ઞાનતા અને છઘસ્થતાના કારણે જે કાંઈ ક્ષતિ રહી છે તેને પૂ. ગીતાર્થ, અનુભવી પુરુષે સુધારીને ગ્રહણ કરે, અને અનુકૂળતાએ એ ક્ષતિઓ તરફ મારું ધ્યાન દોરવા ખાસ અનુગ્રહ કરે એવી શ્રદ્ધા અને આશા સેવું છું. આ એક નમ્ર પ્રાર્થના એ કરું છું કે આ બધા વિચાર” ગ્રંથમાં ધ્યાન-સાધના વિષયક રહસવમય અનેક પઢાર્થો ભર્યા છે, છુપાયેલા છે, તેના તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી તેના ઉપર વિશેષ પ્રકાશ પાથરવા પ્રયત્ન કરે.
અંતમાં આ સમગ્ર વિવેચનમાં શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઈ પણ લખાયું હોય તે માટે, ત્રિવિધે–વિવિધ મિચ્છામિ દુક્કડમ.
માંડવી (કચ્છ) વિ. સં. ૨૦૪૨, આસો સુદ ૧૦ રવિવાર તા. ૧૨-૧૦-૧૯૮૬
વિજય કલાપૂર્વસૂરિ
-
I Fરાવમતુ સર્વજ્ઞાતઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org