________________
યોગની કડીબદ્ધ પ્રક્રિયા, આવી ઉત્તમ આરાધના-સાધના મળવા છતાં તેને તે સ્વરૂપે અારાધવા-સાધવા માટે આપણે કેટલા ઉત્સુક-સજાગ અને સક્રિય છીએ ?
ધ્યાન યુગની સાધના માટે ઉત્સુક વ્યક્તિ સર્વ પ્રથમ જાત તપાસ કરે, આત્મનિરીક્ષણ કરે કે પોતાની અન્તઃવૃત્તિ અને વલણ સંસારાભિમુખ છે કે આમાભિમુખ.
દયાન– ગની સાધના માટે સાધકે પોતાના જીવનમાં ગ્યતા કેળવવી જોઈએ. તે માટે સર્વ પ્રથમ શ્રદ્ધા, વિશ્વાસ અગત્યનાં છે. ત્યાર પછી આત્મશુદ્ધિની તાલાવેલી, કર્મમલથી મુક્ત થવાની ઝંખના, આમિક ઉત્ક્રાંતિની ઉત્કંઠા હોવી જોઈએ, અને તેની સાથે આત્મસમર્પણ ભાવ હોવો જોઈએ.
તીવ્ર ભાવથી-આશયથી પાપ કર્મ ન કરવું, સંસારના સુખમાં તીવ્ર આસક્તિ ભાવ ન રાખવે અને જીવન વ્યવહારમાં સર્વત્ર ન્યાયપૂર્વક વર્તન કરવું–આ પ્રાથમિક યોગ્યતા છે.
યોગ્યતાના તારતમ્ય અનુસાર, પોતપોતાની ભૂમિકાને યોગ્ય અનુષ્ઠાનનું આ–સેવન કરવું તે યોગ છે, જે ક્રમશઃ મોક્ષ સાથે સંબંધ કરાવે છે
આ રીતે પોતાની ગ્યતા કેળવી આત્મ-શ્રદ્ધા અને પરમાત્મ-ભક્તિને જીવનમાં પ્રાધાન્ય આપવાથી જ વેગ માર્ગના સાચા પથિક બની શકાય છે, પિતાના શુદ્ધ આત્મસ્વરૂપના ભાન વિનાની કે એ ભાનને જાગ્રત રાખવાના લય વિનાની કઈ પણ આરાધના ધ્યાન-યોગની કે મોક્ષપ્રા૫ક યોગની સાધક બની શકતી નથી.
તાત્પર્ય કે આજે અત્યંત જરૂર છે, આત્મ નિરીક્ષણની અને તે પણ પોતાની જાત પ્રત્યેના પક્ષપાત વિનાનું હોવું જોઈએ.
જાસૂસી ખાતાને વડે અધિકારી શકમંદ વ્યક્તિની તલાશી લે છે, તે રીતે આત્મનિરીક્ષણ થાય તે પોતાના દે-દુર્ગણોને અને દુર્ભાને જાણી શકાય અને અનેક ભૂલભ્રમણાઓના અંધકારમાંથી બહાર નીકળી શકાય. આવા તટસ્થતાપૂર્ણ આત્મ નિરીક્ષણમાંથી જન્મતી તત્ત્વ રુચિ કે ધ્યાન રૂચિ વિના ધર્મ– આરાધના કે ધ્યાનયોગની સાધના કઈ રીતે લાગુ પડી શકે ? કઈ રીતે પોતાની અસર જન્માવી શકે ? - જૈન દર્શનના પ્રત્યેક અનુષ્ઠાનમાં વ્યાપક ધ્યાન–વેગ આપણને તે જ લાગુ પડી શકે, અસરકારક બની શકે, જે તેની તીવ્ર રૂચિ પ્રગટાવીએ.
ધ્યાન-યોગની રુચિ એટલે આત્માના ધ્યાનની રૂચિ. આમા જ્યારે ધ્યાનના વિષયભૂત બને છે ત્યારે તેની શુદ્ધિનું જતન કરવાની નિર્મળ બુદ્ધિ સહજ પણે કામ કરવા માંડે છે.
આત્મા રૂચે ક્યારે? જ્યારે આત્મભિન્ન પર પદાર્થોમાંની રુચિ આસક્તિ એકદમ મંદ પડતી જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org