________________
સર્વાત્મભાવની અનુભૂતિ થાય છે. આત્માના પ્રદેશ જેટલા જ પ્રદેશ લેકના હોવાથી આ પ્રક્રિયા વિજ્ઞાન અને અધ્યાત્મ ઉભય દષ્ટિએ સુસંગત છે.
(૨૧-૨૨) પદ-પરમપદ -
પદ ધ્યાનમાં શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિ ભગવંતોનું ધ્યાન થાય છે. સર્વ પ્રકારના પદોમાં સર્વશ્રેષ્ઠ પદ આ પાંચ જ છે, આ ધ્યાનને પરમેષ્ઠિ યાન તથા નમસ્કાર ધ્યાન પણ કહે છે. પૂર્વોક્ત પરમમાત્રા ધ્યાનનો સંક્ષેપ, આ પદ ધ્યાન માં થાય છે.
પદ ધ્યાનની વ્યાપક ઉપકારકતા સર્વ ધ્યાન પ્રકારોમાં પદધ્યાન સૌથી વધુ સરળ, વ્યાપક અને ઉપકારક છે. ચતુવિધ સંઘ શ્રી નમસ્કાર મહામંત્રની સ્મરણ-જાપ અને કાર્યોત્સર્ગ દ્વારા સર્વ અનુષ્ઠાનોમાં આરાધના કરે છે. તેથી ક્રિયાગમાં પણ પદ ધ્યાનની વ્યાપકતા રહેલી છે, તે સમજી શકાય છે.
શ્રી જિનાગમમાં નમસ્કારને “પંચ મંગલ મહા શ્રત સ્કંધ” કહ્યો છે. કારણ કે તે સકળ આગમ શાસ્ત્રોમાં-દૂધમાં ઘીની જેમ-વ્યાપીને રહેલો છે. આબલ ગોપાલ સર્વ પિતાના ઈષ્ટ પરમાત્માના નામ અને મંત્રપદનું સ્મરણ, ચિંતન અને ધ્યાન કરવા યથાશક્તિ પ્રયત્ન કરે છે. અને તેના દ્વારા ચિત્તની પવિત્રતા તેમજ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે અને આમિક ઉત્થાનના મંગળકારી માર્ગે આગળ વધે છે.
આ રીતે પદ ધ્યાન–મંત્રાધિરાજ શ્રીનવકારનાં પદોનું ધ્યાન-ક્રિયાયોગ, જ્ઞાન, ભક્તિયોગ અને ધ્યાન-ગ આદિમાં વ્યાપક હોવાથી તેની ઉપકારતા સકળ લોક વ્યાપી છે.
- પરમપદ – પંચ પરમેષ્ઠિ પદને આત્મામાં સ્થાપિત કરવા એટલે કે તેમને પોતાના આત્મામાં આરોપ કરીને, પોતાના આત્માને પણ પરમેષ્ઠિરૂપે ચિંતવ, તે
પરમપદ ધ્યાન” છે. તેના પ્રારંભ અને સિદ્ધિમાં પદ ધ્યાનને દીર્ણ અભ્યાસ ખાસ જરૂરી છે. આ સ્થાનમાં પરમેષ્ઠિ ભગવંતે સાથે અભેદ–એકતા અનુભવાય છે. તેને અભેદ પ્રણિધાન પણ કહે છે.
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવે શુદ્ધ છે. દ્રવ્યરૂપે પ્રત્યેક જીવ પરમાત્મા છે. આવી શુદ્ધ નયની ભાવનાથી ભાવિત આત્મા પરમપદ દયાન વડે પંચ પરમેષ્ઠિરૂપે સ્વ-આત્માનું ધ્યાન કરે છે, તે પરમાત્માની ભાવ-પૂજા છે, પરા ભક્તિ છે. આજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજા છે. આ પૂજાના પ્રભાવે આત્મા સ્વયં અનુક્રમે પરમપદને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org