________________
કરણના ૯૬ ભેદ ? ઉમિનીકરણ આદિ પ્રત્યેક કરણના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ પડે છે અને ચે ભેદ જઘન્યાદિ ત્રણે ભેદથી યુક્ત હોય છે, અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણે પ્રકારના કરણેની અવસ્થાઓને પ્રાપ્ત સાધક થા વિભાગમાં આવે છે.
મન, ચિત્ત આદિના નિરોધની આ જઘન્ય, મધ્યમ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ પ્રયત્નપૂર્વક થાય તેને ઉમની કરણરૂપે ઓળખવામાં આવે છે, અને સહજ ભાવે-વિના પ્રયત્ન થાય, તે ઉન્મનીભવન આદિ રૂપે સંબોધવામાં આવે છે.
આમ ઉન્મનીકરણ અને ઉન્મનીભવન આદિ પ્રત્યેકના ૪-૪ ભેદ પાડી, કરણના કુલ ૯૬ ભેદ બતાવવામાં આવ્યા છે.
બાર કરણને સાર મુખ્ય કારણ બાર છે. તેમાં પહેલું કારણ મનવિષયક છે. બીજું કારણ ચિત્ત વિષયક છે.
જે કરણમાં મનને વર્તમાનકાળ વિષયક ચિંતનનો અભાવ થાય છે, તેને ઉન્મનીકરણ કહે છે. અને જે કરણમાં ચિત્તને એટલે ચિત્તના ત્રિકાળ વિષયક ચિંતનને અભાવ થાય છે, તેને નિશ્ચિત્તીકરણ કહે છે.
આ બીજા કરણમાં ચિત્તના અભાવની સાથે ઉચ્છવાસ આદિને પણ સહજ રીતે જ અભાવ થઈ જાય છે.
- ત્રીજ નિચેતનીકરણમાં શરીરગત ચેતનાને અભાવ થાય છે અને તેની સાથે રાગદ્વેષાદિ વૃત્તિઓનો ઉછેર થાય છે. તેથી આ અવસ્થામાં સ્થિત યોગીને કોઈ ઈષ્ટ કે અનિષ્ટ વિષયનું ગ્રહણ થતું નથી. અહીં ચેતનાનાં અભાવને તાત્પર્યાર્થ છે, શરીરવ્યાપી ચેતનાને અભાવ, પરંતુ આત્માના રૌતન્ય સ્વરૂપનો અભાવ નહિ.
શું કરણ સંજ્ઞા વિષયક છે. આહારાદિની લુપતાને આ કરણમાં અભાવ થાય છે. તેથી અતૃપ્ત યોગી–મુનિઓને આહારાદિ કરવા પડે છતાં તેમાં લેશ પણ લાલુપતા થતી નથી.
પાંચમા કરણમાં ઈનિદ્ર દ્વારા થતા વિજ્ઞાનને અભાવ થાય છે. સુપ્ત અવસ્થામાં જેમ અનુભૂત વસ્તુનું પણ મરણ વેદન થતું નથી, તેમ આ નિર્વિજ્ઞાની કરણ અવસ્થાગત ગીને જાગૃત દશામાં પણ બાહ્ય વસ્તુ વિષયક કઈ વિજ્ઞાન–વેદન થતું નથી.
આ રીતે પાંચ કરણેમાં ક્રમશઃ મન, ચિત્ત, સંજ્ઞા અને ઈદ્રિય વિષયક વિજ્ઞાનને અભાવ થવાથી આ કરણેથી ઉત્તરોત્તર વિશેષ આત્માનુભૂતિની શુદ્ધિ અને તેમાં લીનતા હોય છે. અને તેના પ્રભાવે સાધક આત્મામાં ઉપશમ શ્રેણિ અને ક્ષપક શ્રેણિ ઉપર આરોહણ કરવાની શક્તિ પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org