________________
શેષ નિર્ધારણીકરણ આદિ સાત કારણોમાં મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાનો ઉકેમથી અભાવ થતાં સાધકમાં કેવળજ્ઞાનના પ્રગટીકરણનું સામર્થ્ય પ્રગટે છે.
આમ આ બારે કરણમાં મન આદિ બાહ્ય સાધનો-આલંબને છૂટી જતાં હોવાથી તે “નિરાલંબન યોગ” સ્વરૂપ છે.
નિરાલંબનયોગ મુખ્યતયા ક્ષેપક શ્રેણિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં સ્થિત સામર્થ્ય યેગીને હોય છે. તેની પૂર્વે પરમતત્ત્વના લક્ષ્યવેધની રૂ૫ જે પરમાત્મ ગુણનું, પરમાત્મ સ્વરૂપનું ધ્યાન હોય છે, તે પણ મુખ્ય નિરાલંબન યોગોના હેતુભૂત હોવાથી નિરાલંબનયોગ” કહેવાય.
આ અપેક્ષાએ ઉન્મનીકરણ આદિ સર્વ કરણ નિરાલંબન ગ રૂપ છે, એમ સમજી શકાય છે.
આ નિર્વિકલ ૫ ચિમાત્ર સમાધિરૂપ અનુભવ દશામાં વહેતી પ્રશાન્તવાહિતાની શીતળ સરિતામાં નિમગ્ન સાધક નિત્ય પરમાનંદને અનુભવ હોય છે.
આવશ્યક સૂત્ર આદિ જિનાળામાં તથા કર્મ પ્રકૃતિ, પંચ સંગ્રહ આદિ ગ્રંથમાં સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ પૂર્વે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ–આ ત્રણ કરણોની જે રહસ્યમય પ્રક્રિયા વર્ણવી છે, તે પણ આ ઉન્મનીકરણ આદિ કરણમાં અંતર્ભત છે.
કહ્યું પણ છે :
આત્મ જ્યારે ગ્રન્થીનો ભેદ કરીને સમ્યગુદર્શન પામે છે, ત્યારે તે ઉક્ત યથાપ્રવૃત્તિ આદિ કરણના ક્રમથી જ પામે છે.
करणं अहापवत्त अपूवमनियट्टिमेव भव्वाणं । इयरेसिं पढम चिय भन्नइ करणंति परिणामो ।।
(વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૧૨૦૨) ભવ્ય જીને ત્રણ કારણ હોય છે. કરણનો અર્થ છે જીવનાં પરિણામ, વિશુદ્ધ અથવસાય.
(૧) યથાપ્રવૃત્તિકરણ-અનાદિ સંસિદ્ધ કર્મ ક્ષણમાં પ્રવૃત્ત અધ્યવસાય વિશેષ.
(૨) અપૂર્વકરણ–પૂર્વે અપ્રાપ્ત વિશુદ્ધ પરિણામ અથવા સ્થિતિઘાત, રસઘાત આદિ અપૂર્વ અર્થનો નિવર્તક વિશુદ્ધતર અધ્યવસાય વિશેષ
(૩) અનિવૃત્તિકરણ-સમ્યગદર્શનની પ્રાપ્તિ વિના પાછા નહિ કરનાર વિશુદ્ધતમ અથવસાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org