________________
૩ર અને વિચારોના અભાવ થવાથી આત્માને જોવાની આંખ ઉઘડે છે અને ત્યારે સમગ્ર જીવન દિવ્ય અમૃત પ્રકાશથી પૂર્ણ પ્રકાશિત બને છે,
જ્યાં વિચાર નથી, ત્યાં માત્ર આત્મદર્શન છે, આત્માનંદને અપરાક્ષ અનુભવ છે. આ ચેાગ–વીર્યાદિ ચેાગા, તેનાં કાર્યં રૂપ કક્ષપણાદિ, અને ઉન્મનીકરણ આફ્રિ કરણાની ભૂમિકા અત્યત રહસ્યપૂર્ણ છે આત્મસાધક તત્ત્વચિંતકા તેના વિશેષ રહસ્યાને પ્રગટ કરે તેવી આશા-અપેક્ષા રાખું' છું.
પ્રસ્તુત ગ્રંથની પ્રાચીનતા અને મહાનતા
વસ્તુનું મૂલ્ય અને મહત્ત્વ, એના નાના મેાટા કદથી કે હલકા ભારેપણાથી નહિ, પરંતુ એની ગુણવત્તા અને ઉપચાગિતાને ધ્યાનમાં લઈને આંકવામાં આવે છે. હીરા વજનમાં અને કદમાં નાના હોય છે પણ તેનું મૂલ્ય મેટું હોય છે. લાઢું', તાંબું વગેરે વજનમાં અને કદમાં મોટાં અને ભારે હાય, છતાં તેની કિ ંમત, હીરાની કિંમતની તુલનામાં ખૂબ જ ઓછી હાય છે
પ્રસ્તુત ‘ધ્યાન–વિચાર’ ગ્રન્થની ઉપલબ્ધ મૂળ પ્રત કઢમાં નાની છે, પણ તેનુ મૂલ્ય અને મહત્ત્વ વિશેષ છે.
ગાગરમાં સાગર સમાઈ જાય તેમ આ નાના પ્રકરણ ગ્રન્થમાં માર્યાં મેાટાં શાસ્ત્રોના સાર સમાયેલે છે.
જિનાગમામાં કે જૈન-જૈનેતર યાગ સ'બંધી શાસ્ત્રોમાં યેાગ-ધ્યાન કે અધ્યાત્મ સાધનાને લગતા જે કોઈ ભેદી, પ્રભેદો, પ્રક્રિયાએ કે પદ્ધતિએ છે, તેના સીધા કે આડકતરા પણ નિર્દેશ આ ગ્રન્થમાં થયેલા છે.
નાના પણ આ ગ્રન્થની મહાનત્તા અને ગહનતા ધ્યાન-યાગના અભ્યાસી અને અનુભવી મહાત્માએ જ ખરેખર જાણી અને માણી શકે તેમ છે.
હીરાની પરખ ઝવેરીની આંખ કરી શકે. તેમ આ ગ્રન્થ-રત્નનું યથા મૂલ્ય પણ આત્મદૃષ્ટિવંત જ કરી શકે તેમ છે.
ગ્રન્થના વિષય અને રચના-શૈલી
પ્રસ્તુત ગ્રન્થમાં મુખ્યતયા ધ્યાન, ચૈાગ અને કરણ-આ ત્રણ વિષયા ઉપર નિરૂપણુ કરવામાં આવ્યુ છે.
(૧) સૌ પ્રથમ ધ્યાનનું. સામાન્ય લક્ષણ બતાવી પછી ધ્યાનમાર્ગીના મુખ્ય ૨૪ ભેદો અને તે પ્રત્યેક ભેદના સ્વરૂપનું' નિરૂપણ કર્યુ છે. ત્યારબાદ ૨૪ ભેદોમાંથી પ્રત્યેક ભેદના ૧૮૪૩૨ પેટા ભેદોના નિર્દેશ કર્યાં છે.
૨૪ ધ્યાન પ્રકારે અને તેના પેટા ભેદો યાનની પદ્ધતિએ છે, અર્થાત્ ધ્યાન– યાગની સાધના વિધિએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org