________________
૨૩
( ર૩–૨૪) સિદ્ધિ–પરમ સિદ્ધિ – મુક્તાત્માઓના અરૂપી ગુણેનું ધ્યાન એ “સિદ્ધિ ધ્યાન” કહેવાય છે.
સિદ્ધિ ધ્યાનને અભ્યાસ કરનારા મુનિ મહાત્માઓ પરમપદને પામેલા નિરંજન, નિરાકાર, પરમ તિ સ્વરૂપ અનંત ગુણ-પર્યાયના પિંડરૂપ સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ ગુણેનું ધ્યાન કરે છે.
રાગ-દ્વેષના પ્રસંગોમાં પરમ માધ્યશ્ય રાખવાથી સિદ્ધિ ઇયાન સિદ્ધ થાય છે.
વર્તમાન કાળમાં પણ સાધકો સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરી શકે છે. તે સિદ્ધ પરમાત્મા અમૂર્ત, નિકલ હોવા છતાં યોગીઓને ધ્યાનગણ્ય છે. કારણ કે તે પરમાત્મા નિરાકાર હોવા છતાં સાકાર છે અને સાકાર હોવા છતાં નિરાકાર છે. તેઓ સર્વ રેય પદાર્થોને જાણે છે, પણ તેઓને માત્ર જ્ઞાન દષ્ટિવાળા જ જાણી શકે છે. જ્ઞાનદષ્ટિ એટલે સુવિશુદ્ધ આત્મદષ્ટિ, તેના વડે પરમાતમ દર્શન સુલભ છે.
સિદ્ધાત્મા અમૂર્ત છતાં ચૈતન્ય સ્વરૂપ ઘનાકારને સદા ધારણ કરી સુસ્થિરપણે સિદ્ધ શિલા ઉપર બિરાજેલા છે
આવી નિયત આકૃતિવાળા છતાં તે પરમાત્મા સ્વ–શૈતન્યરૂપ જ્ઞાન ગુણ વડે સમગ્ર વિશ્વરૂપ છે, લોકાલોક વ્યાપી છે, કારણ કે વિશ્વના પેય પદાર્થો તેમના કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલા છે. તેથી તેઓ સર્વ પદાર્થોના આકારને ધારણ કરનારા છે. આમ સિદ્ધ પરમાત્મા વિશ્વવ્યાપી છે તેમજ “વિશ્વમુખ” પણ અને “વિશ્વનેત્ર' પણ કહેવાય છે.
આ રીતે સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરતે થેગી તેમના સ્વરૂપમાં અનુક્રમે તન્મયતા સિદ્ધ કરે છે, ત્યારે “પરમ સિદ્ધિ” ની યોગ્યતા પ્રગટે છે.
સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ અનંત ગુણેને સ્વ–આત્મામાં આરોપ કરી, પોતાના આત્માનું સિદ્ધરૂપે ધ્યાન કરવું તે “પરમસિદ્ધિ ધ્યાન કહેવાય છે.
સહજ સંપૂર્ણ સુખના ભોક્તા, પૂર્ણ ગુણી, સર્વથા કૃતકૃત્ય, નિરંજન સિદ્ધ પરમાત્માના સ્થાનના પ્રભાવે જ સાધક, સિદ્ધ સદશ સ્વ-આત્માનું ધ્યાન કરી શકે છે. અને તે ધ્યાન પરમસિદ્ધિને પ્રાપ્ત કરાવનાર હોવાથી તેને “પરમસિદ્ધિ” ધ્યાન કહે છે તેમાં શુદ્ધાત્માનું ધ્યાન હોવાથી તે ધ્યાન, શુકલ ધ્યાન સ્વરૂપ છે.
આ રીતે પ્રથમ આરાવિયાદિ ધર્મ-ધ્યાનથી પ્રારંભીને પરમસિદ્ધિ દયાન સુધીના ૨૪ પ્રકારનાં ધ્યાને, એ ધર્મ–ધ્યાન અને શુકલધ્યાન સ્વરૂપ છે.
કરણગ અને ભવનગ આ ગ્રન્થમાં બતાવેલા પરમમાત્રા ધ્યાનમાં જે ૯૬ પ્રકારના કરણગ અને ૯૬ પ્રકારના ભાવનગને નિર્દેશ કર્યો છે, તેને વિચાર કરતાં યેગ-સાધનાનાં કેટલાક માર્મિક રહસ્ય વધુ સ્પષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org