________________
આગમત
હાલવાચાલવાથી દરેક માતાને સ્વાભાવિક રીતે દુઃખ થાય જ છે, છતાં તેવા સ્વાભાવિક દુઃખને ટાળવાને વિચાર આવે એ તે ગર્ભમાં આવેલા જીવની ઉત્તમતા સૂચવવા માટે ઓછું સાધન નથી. ગર્ભ-નિશ્ચળતાનાં કારણે
જો કે આ ગર્ભાવસ્થામાં પિતાના શરીરનું કંપવું બંધ કરવાનું કારણ તે પહેલાં ગર્ભ ધારણ કરનારી માતા દેવાનદાએ સિંહ આદિ ચૌદ સ્વપ્નાનું માતા ત્રિશલાએ અપહરણ કર્યું, એમ દેખ્યું અને તેથી શ્રીદેવાનંદાએ નિશ્ચય કર્યો કે સિંહાદિક ઉત્તમ સ્વનેથી પિતાની અદ્વિતીય ઉત્તમતાને સૂચવનારે ગર્ભ મારા પેટમાંથી ચાલ્યા ગયે, અને મહારાજા સિદ્ધાર્થની પટરાણી ત્રિશલાદેવીની કૂખમાં તે ગર્ભ દાખલ થયે. આવી રીતના નિશ્ચયથી પિતાનું રત્નકુક્ષિધારકપણું ચાલ્યું ગયું એમ નિશ્ચય કરી જગતની પૂજ્યતાની પદવી પિતે એઈ દીધી છે એમ સમજી તેને અંગે અત્યંત શેકસમુદ્રમાં ડૂબી ગઈ, એકલા શેક કરવા માત્રથી નહિ અટકતાં તે દેવાનંદા છાતી અને માથું કૂટીને અત્યંત કલ્પાંત કરવા લાગી.
આ બધી હકીકત શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જે તે ગર્ભરૂપે હતા અને જેમનું પરાવર્તન શક-ઈદ્ર મહારાજના હુકમથી હરિપ્લેગમિષિદેવે કર્યું હતું, તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા શુદ્ધ અને અપ્રતિપાતી એવા ત્રણ જ્ઞાને સંયુક્ત હતા અને તેથી તેઓને આ દેવાનંદાના ગર્ભ હરણને લીધે થએલા શેક અને કલ્પાંતની ખબર પડી. મહત્વની વાત
આ સ્થળે આ વાત ધ્યાનમાં રાખવાની છે કે છદ્મસ્થપણાના સર્વજ્ઞાને એવા સ્વભાવના હોય છે કે તેમને માટે ઉપયોગ દેવાની આવશ્યકતા જ હોય. ઉપગના વ્યાપાર શિવાય એકે પણ છાવસ્થિક જ્ઞાન થઈ શકતું નથી, અને એજ કારણથી છાવસ્થિક જ્ઞાનને એક સમયવાળો ઉપગ કેવળજ્ઞાનની માફક મનાતું નથી, પણું આંતર્મુહૂર્તિક કાળને જ મનાય છે.