________________
૧૯૦
આગમન યાત ધર્મ કહે કોને ? તે પ્રશ્નના જવાબમાં શાસકાર ભગવન્ત શાસ્ત્રોમાં જણાવે છે કે –
वचनादविरुद्धाद्यदनुष्ठानं यथोदितं । __ मैत्र्यादिभावसंयुक्तं-मेतद्धर्म इति कीर्त्यते ॥१२॥
એટલે આ ગ્લૅકમાં ધર્મનું સ્વરૂપ જણાવાય છે. સર્વજ્ઞકથિત વચનને સુસંગત જે અનુષ્ઠાન હેય, અને તે અનુષ્ઠાન પણ મૈત્રી આદિ ભાવથી ભાવિત હોય તેને ધર્મ કહેવાય છે.
ફળ તરફ દેડનારાઓ સ્વરૂપ પ્રત્યે ધ્યાન ન રાખે તે તેઓ મૂર્ખાઈનું પ્રદર્શન કરાવે છે. પીળા પિત્તળને સેનું સમજીને સેનાને ભાવ લેતા જાય તે મૂર્ખ માં ખપે છે, કારણ કે પિત્તળ અને સોનાના ફરકને સમજાતું નથી, સાચા હીરાની કિંમત બોલનારને સાચે હીરે છે કે ઈમીટેશન હીરે છે, તેની ખબર ન રાખે તે પણ તે મૂર્ખ જ કહેવાય છે.
આથી ફળ તરફ બેદરકાર રહેનાર સ્વરૂપ પ્રત્યે ધ્યાન રાખે તે તે ભાવિમાં મુંઝવણમાં મુકાતું નથી. મીણીયા મોતી લઈને બસરાઈ મોતીના ભાવ મળતા નથી. ઈમીટેશન હીરો વેચવા જનારને સાચા હીરાના ભાવ મળતા નથી. તેવી રીતે મેગ્યાદિ ભાવનાથી રહિત અને સર્વજ્ઞકથિત વચનેથી સુસંગત ન હોય તેવા વિચારરૂપ ધર્મ કે વર્તનરૂપ ધર્મની કિમત કાણ કેડી પણ ઉપજતી નથી, કારણ કે સ્વરૂપે ધર્મ ન હોય તેનું વાસ્તવિક ફળ મળતું નથી. મૈત્રી ભાવના.
ફળની અપેક્ષાએ ધર્મ બધા સરખા માને છે, પણ વસ્તુ અવરૂપમાં બધા દર્શનમાં ફરક છે.
ફળની અપેક્ષાએ છ દર્શનની માન્યતા ધર્મ માટે એક સરખી છે, અને મુક્તિ અપાવનાર ધર્મ બધા માને છે. દુર્ગતિ દેનાર