________________
વર્ષ ૪-૫, ૪.
૨૮૯ છે, એટલે જેમ નિયુક્તિ વિગેરે અનેક અને વિસ્તીર્ણ વ્યાખ્યા દ્વારાએ જેમ આવશ્યક સૂત્રની મહત્તા છે, તેમ પ્રથમાનુયોગની કથાને લાયકના મૂળ સ્થાન તરીકે આ આવશ્યકની વ્યાખ્યાજ શોભા ભઈ શકે તેમ છે. આવશ્યકની વ્યાખ્યા માટે જુદું સ્વતંત્ર સૂત્ર
એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે કોઈપણ સૂત્રની વ્યાખ્યા માટે અન્ય આખું સૂત્ર રચવામાં આવ્યું હોય તે તે માત્ર આવશ્યકને જ આભારી છે, કેમકે આ સામાયિક આદિ છ આવશ્યકે અને તેની ઉપદુઘાત નિયુક્તિની સ્પષ્ટતાને માટેજ અખા અનુગદ્વારસૂત્રની રચના છે. નિર્યુક્તિ માનવાની આવશ્યકતા
આ ઉપરથી જેઓ તીર્થકર ભગવાને કહેલા નિયુક્ત રૂપ અર્થને ન માનતાં માત્ર ગણધર મહારાજાઓએ રચેલા સૂત્રને જ માને છે તેઓને બારીક દષ્ટિથી અને શુદ્ધ બુદ્ધિથી અને શુદ્ધ દષ્ટિથી અનુગદ્વારનું અવલોકન કરવાની જરૂર છે. જો કે gો vaો, વી ગિજુત્તિમિલી મણિકો એવા શ્રીભગવતીજી અને નંદીસૂત્રના વચનથી તેમજ શ્રીનંદીસૂત્ર અને સમવાયાંગમાં સ્વરૂપને દેખાડતાં જિજ્ઞોત્તીગો એવા સ્પષ્ટપણે કહેલા પદથી કેવળ સૂત્ર માનનારને પણ તે તે સૂવ અખ્ખલિતપણે માનવું હોય તે નિક્તિને માન્યા સિવાય છુટકે થવાને જ નથી, તે પણ આ અનુગદ્વારસૂત્ર તે આવશ્યકની ઉપઘાત નિયુક્તિની જમીન તરીકે કલપના કરીએ તે અનુગદ્વારસૂત્ર એ માત્ર તેની ઉપરને જ મહેલ જ છે, અર્થાત સૂવને માનીને નિક્તિને નહિ માનનારા મનુષ્ય માત્ર મહેલને માને અને જમીનની હયાતિ નાકબુલ કરે એના જેવીજ દષ્ટિવાળા જ ગણાય. સવનું સ્થાન લેનાર ગાથાવાળી નિર્યુક્તિ
વળી શ્રીનંદીસૂત્ર કે જેમાં પાંચ જ્ઞાનની વિસ્તાર વ્યાખ્યા