________________
આગમવાલ છે તે બધામાં એકપણ વચન સર્વજ્ઞ એટલે ગણધર મહારાજનું કરતું નથી, અર્થાત્ ગણધર મહારાજે કરેલાં શાસ્ત્ર છે અને સર્વથા નાશ પામેલાજ છે, અને તે ગણધર મહારાજના સર્વ શાસ્ત્રો નાશ પામ્યા પછી જ તેમના આચાર્યોએ જે અંશે રમા તજ ગ્રંથને તે બિચારા અજ્ઞાન કે આગ્રહને આધીન થઈને સર્વજ્ઞના વચન તરીકે માનવા લાગ્યા છે, કેમકે જે તેઓ અજ્ઞાન કે આગ્રહને આધીન ન હોય તે મૂળરહિતપણે બનેલા છે, એમ પષ્ટપણે જણાવવામાં આવ્યા અને જાણ્યા છતાં તે મૂળરહિત કવિપત ને માનવા તૈયાર થાય જ કે કેમ? . આવશ્યક નિર્યુક્તિની ગાથાઓનું વ્યાજબી સુવમાં સ્થાન.
આ બાબત અહીં આ વિસ્તારથી નહિ ચર્ચતાં અન્ય વખતે ચર્ચવા માટે મુલતવી રાખી, ચાલુ અધિકારમાં એટલું જ જણાવવાનું કે ભગવાન ગણધર મહારાજા વિગેરેએ કરેલાં સૂવાની વ્યવસ્થા ભગવાન દેવગિણિક્ષમાશ્રમણજીના પ્રયત્નને જ આભારી છે, અને તેને લીધે જ શ્રી આવશ્યક નિર્યુક્તિની ગાથાઓ શ્રીનદીસુવ અનુગદ્વારસૂત્ર અને ઠાણાંગ અને સરખા મૂળ સૂત્રોમાં સ્થાન પામે તેવા આશ્ચર્ય નથી. આવશ્યકનિયુક્તને નાકબુલ કરનારની દશા
આ આવશ્યકનિયુક્તિ જેવા પ્રચુર સાહિત્યથી અલંકૃત અને સર્વ શાસ્ત્રોના અનુયાગના મૂળ સ્થાનને પામેલા શાને નાકબુલ કરનાર વેતાંબર સંપ્રદાયને કેઈપણ વર્ગ હેય તે તે માત્ર સોળમી સદીમાં ઉત્પન્ન થએલે લેકા (લમ્પક) શાહના મતને નરનારેજ વર્ગ છે. જો કે તે લેકશાહને વગ પણ દશવૈકાલિક વિગેરે સૂત્રના ગુજરાતી ભાષામાં અર્થો કરતી વખતે નિયુક્તિ ઉપર રચવામાં આવેલું ભાગ્ય, અને તે ભાષ્ય કે નિર્યુક્તિ ઉપર રચવામાં આવેલી ચૂણિ કે તે એક, બે કે ત્રણમાંથી કેઈને પણ અનુસરી કરવામાં આવેલી ટીકાને આધારે જ અર્થો કરે છે. કોઈ પણ અર્થ એકલા વ્યાકરણ માત્રથી તેઓ કરી શકે તેમ નથી,