________________
રકાર
આગમજાત જો કે તેમાં પણ પૂર્વ જણાવેલ રીતિએ અભ્યાસક્રમને તે ઓળંગ વામાં આવેલેનથી, અને તેથી જ આચારાંગ વિગેરેમાં સૂયગડાંગ વિગેરેમાં ઠાણાંગ વિગેરેની ભલામણે જા, ઘઉં, કે કાર વિગેરે શબ્દથી કરવામાં આવેલી જ નથી, પણ અભ્યાસક્રમમાં આગળ આગળ આવતા
થામાં પાછળના ગ્રંથે મૂળસૂત્રરૂપ હય, નંદી આદિ રૂપ હોય કે ઉપાંગ આદિ રૂપ હોય તે પણ તેની ભલામણે સંક્ષેપ આદિ કારણને અંગે સ્થાને સ્થાને કરવામાં આવેલી છે, અને તેથી જ જ્ઞાતાજી, ઉપાસકદશાંગ વિગેરે અંગે વાર વિગેરે ભલામણના શબ્દથી ઘણા ભરાએલા છે, એટલે ટુંકાણમાં એમ કહીએ તે ચાલે કે ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન કેવલી મહારાજે કહેલા તત્વ તરીકે પ્રમાણ ગણાયા છતાં સૂત્રના પુસ્તકની અપેક્ષાએ તે ભગવાન દેવદ્ધિગણિક્ષમાશ્રમણજીના પ્રયત્નની પ્રમાણિકતા ગણી શકાય. સિદ્ધાન્તનું જિનભાષિતપણું
જે કે ભગવાન દેવર્ધિગણિક્ષમાશ્રમણજીએ સૌરાષ્ટ્ર દેશના વલ્લભીપુર (વળ) માં તે આગામે પુસ્તકારૂઢ કર્યા છતાં તે આગમમાં રીતિ, ભાતિ, પરિભાષા કે વર્ણન વિગેરે સવ મગધ પ્રદેશના એટલે ભગવાન મહાવીર મહારાજના વખતના જ રાખેલાં હોઈને લાખની સંખ્યાને સ્થાને શતસહસ જેવા અનેક મગધ દેશીયા શબ્દો કે જે ભગવાન મહાવીર મહારાજના સમકાલીન થયેલા એવા બૌદ્ધ મતના શાસ્ત્રોમાં જેવા દેખાય છે, તેવા ઉપલબ્ધ થાય છે. દિગંબર શાસ્ત્રોની કલ્પિતતા
જેમ દિગંબરના શાસ્ત્રો તેમના આચાર્યોએ કલ્પિતપણે નવાં રચેલાં હોવાથી ભગવાન મહાવીર મહારાજાના અધિકારમાં તેમના સમકાલીન એવા આજીવકમત કે જેના પ્રવર્તકને આપણે ગોશાલે મંખલિપુત્ર કહીએ છીએ તે સંબંધી ઈશારા પણ