Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 329
________________ આગમત, અને પૌષધ જેવા સર્વવ્યાપક અને સર્વવિરતિના પગથીઆ રૂપ ગણાતા કૃત્યને વિધિ પણ તેમના માનેલા કે અમાન્ય કરેલા સૂત્રોમાંથી પણ કાઢી શકાય તેમ નથી, આ સર્વ હકીકતને વિચારનારે મનુષ્ય રહેજે સમજી શકશે કે ભગવાન જિનેશ્વર દેવેની પ્રતિમા, ચિત્યે અને તેમની પૂજા, આરાધના વિગેરે સંબંધી જે શ્રાવકની કરણી છે તેમાં સૂત્રોમાંથી દેખવાની કે દેખાડવાની આશા રાખવી અને તે હોય તે જ પ્રામાણિક માનવું એ કેવળ બુદ્ધિરહિતપણાને જ આભારી છે, એમ કહી શકાય. લંપકેના માનેલા સૂત્રોથી પણ પ્રતિમાદિની માન્યતાસિદ્ધિ જે ઈતર સંગેને લઈને ભગવાન જિનેશ્વર દેવેની પ્રતિમા અને ચિત્યની સત્તા, દર્શનીયતા અને પૂજ્યતાની સાબિતી શ્રી સૂયડાંગજીના સ્ત્રી પરિજ્ઞાઅધ્યયનના ચંદેર શબ્દથી, કાણુગળના નંદીશ્વર દ્વીપના વર્ણનથી, જીવાભિગમના મહત્સવના વર્ણનથી રાયપાસેણીના પૂજાના વર્ણનથી, ઉપાસકદશાંગ અને ઉવવાઈજીના સમ્યક્ત્વ આલાવા અને નગરના વર્ણનથી સાબિત થયા સિવાય રહેતી નથી. પદીને પ્રસંગ અને પ્રતિમા પૂજાદિની વ્યાપકતા ' જો કે જ્ઞાતાસૂત્રમાં જણાવેલ દ્રૌપદીને પૂજાને અગે દ્રૌપદીને મિથ્યાત્વવાળી કહીને છટકી જવા માગે છે, પણ તે તેમનું છટકવું એલામાંથી ચૂલામાં પડવા જેવું જ થાય છે, કેમકે સ્વયંવર જેવા વખતે મિથ્યાત્વવાળી કુંવરી પૂજા કરવા જાય તે પછી સમ્યકત્વવાળા દરેક બાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ અને યુવાને જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરવામાં કેટલા બધા પ્રવૃત્ત થયેલા હશે, તે સહેજે સિદ્ધ થઈ શકે તેવી હકીક્ત છે. વળી સમ્યક્ત્વધારીઓમાં ભગવાન જિનેશ્વર દેવની પ્રતિમાની પૂજા કેટલી બધી ઉભરાઈ ગએલી હેવી ઈએ કે જેને પ્રભાવ સ્વયંવરમાં પતિને વરવા જતી અને ઉપકેના મત પ્રમાણે મિથ્યાત્વ દશાવાળી એવી દ્રૌપદી ઉપર પડયે.

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340