________________ સાગરનાંૉતી કર્મ તથા પુદ્દગલની દખલગીરી તથા દરમ્યાનગીરીને સામને કરવા જોઈએ એવું જે સમજે તે જૈન. * ઇંદ્રિયોના વિકારે, મનના આવેશે તથા ઔદયિક પ્રવૃત્તિઓ [18 પાપસ્થાનકો] ને પ્રતિકૂળ માનવા એનું નામ સમકિ ત. આત્માને ચારે ગતિમાં રખડાવનાર 18 પા૫સ્થાનકે છે. આ વસ્તુને ખ્યાલ આવે તેનું નામ સમકિત. શુદ્ધ દેવ તેને જ કહેવાય કે જેણે અઢારેપાપસ્થાનકેન સદાને માટે નાશ કર્યો હોય. શુદ્ધ ગુરુ તેને જ કહેવાય કે જે અઢાર પાપસ્થાનકેથી અને તેના કારણોથી દ્વર હોય, તેના નાશના માર્ગે સાધક બન્યા હોય અને બીજાને તે માર્ગે દોરતા હોય. * શુદ્ધ ધર્મ તે કહેવાય કે જે અઢાર પાપસ્થાનમાંથી પાછા ફેરવે. દીપક પ્રિન્ટરી * અમદાવાદ * ફોન નં. 53635