________________
વળી તે પ્રતિમાને અંગે તેની પૂજા અને પ્રતિષ્ઠાના વિધાને તથા તે પ્રતિમાને બિરાજમાન કરવાનાં બધાં વિધાને શું મિયાત્વીએના શાસ્ત્રોમાં નિરૂપણ થયાં હશે? કહે કે સામાન્ય અક્કલને મનુષ્ય પણ દ્રૌપદીની ચાહે જે દશા હોય તે પણ દ્રૌપદી તેની વખતે ભગવાન જિનેશ્વર મહારાજાઓના ચિત્ય અને મૂતિઓ તથા તેની પૂજા અને પ્રતિષ્ઠાના વિધાને ઘણાં સારી રીતે અને સ્થાને સ્થાને હશે એમ કબુલ કર્યા સિવાય રહેશે જ નહિ, આ અધિકારને પણ આ પ્રસંગે વધારે નહિ લંબાવતા મળ અધિકારને અંગે એટલું જ કહેવું જોઈએ કે આ આવશ્યકનિયુક્તિ જેવું શાસ્ત્ર Aવેતાંબર સમુદાય માન્ય કરેલું છે અને સકલ વેતાંબર સમુદાયને એકસરખી રીતે માન્ય કરવા લાયકજ છે. આવશ્યકનિયુક્તિનું દિગંબરેમાં અનુકરણ અને અપહરણ
આ આવશ્યકનિયુક્તિની કેટલી બધી પ્રાચીનતા અને પ્રૌઢતા છે કે જેનું અનુકરણ દિગંબરમાં પણ થયું અને તે અનુકરણવાળે સંય માન્ય ગણાય. જો કે દિગંબરોને આ આવશ્યકનિક્તિને થથ તત્વાર્થસૂત્રની માફક વેતાંબરને કરે છતાં પિતાને કરવામાં વિશેષ અડચણ ન આવત પણ સ્ત્રીની સિદ્ધિઓને અધિકાર સાધુઓના ઉપકરણને અધિકાર અને ભગવાન જિનેશ્વર મહારાજએની પ્રતિમાની પુષ્પાદિકથી થતી પૂજાને અધિકાર ચકખા રૂપે રહેવાથી તથા ભગવાન મહાવીર મહારાજના અધિકારમાં આવતે ગશાલાને અધિકાર પલટાવી, સુધારી કે માન્ય કરી શકાય એવે ન હેવાથી આવશ્યકનિક્તિને તેઓએ પિતાની કરી લીધી નહિ, પણ આ આવશ્યકનિર્યુક્તિનું અનુકરણ કરીને દિગંબરના વકરસ્વામી કે જેઓ ઘણા પ્રાચીન ગણાય છે તેઓએ મૂલાચાર નામને સંય જે બનાવ્યું છે તે કેવળ આવશ્યકનિર્યુક્તિનું અનુકરણ કરીને બનાવ્યું છે એટલું જ નહિ, પણ તે ગ્રંથનું નામ મૂલાચાર એમ શાળા છતાં પ્રકરણની શરૂઆતમાં સામાયિક નિર્યુક્તિ, લેન્ગસ્સા નિયુક્તિ વિગેરે કહે વાની પ્રતિજ્ઞા ચકખા શબ્દમાં કરે છે, એટલું જ