________________
૨૯૦
આગમત. કરતી વખતે મંગલ અને સંબંધ માટે પ્રથમ તે નદીસૂત્રની વ્યાખ્યા કરવાની જરૂર એક પક્ષે ગણાએલી હતી, છતાં ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ શામિળવોય છri વિગેરે ગાથાઓથી પાંચ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ આવશ્યકની આદિમાં આલેખેલ હેઈ, નંદીઅધ્યયનના પાઠનું મંગલાચરણમાં અનિયમિતપણું જણાવી દીધું, અર્થાત નંદીના અધ્યયનના આદિ વ્યાખ્યા નિયમને જે કંઈ પણ ફેરવવામાં સબળ હેતુ હોય તે તે આ આવશ્યકના પાંચ જ્ઞાનરૂપ નદીનું વિવેચનજ છે, એમ કહી શકાય. મૂલવોમાં નિર્યુક્તિની ગાથાઓ
વળી એક સૂત્રમાં બીજા સૂત્રને અતિદેશ જહા વિગેરે શબ્દોથી કરાય છે, એ વાત સુપ્રસિદ્ધજ છે, પણ નિર્યુક્તિનું નામ લીધા સિવાય સૂત્રના ચાલુ ક્રમમાં જો કોઈપણ ગાથાઓ નિયું. ક્તિની ધારણ કરવામાં આવી હોય તે તે આ આવશ્યકનિયુક્તિનીજ છે, અને આ વાત આવશ્યકનિર્યુક્તિના અવધિજ્ઞાનના અધિકારને વાંચીને, શ્રીનદીસૂત્રના અવધિજ્ઞાનના અધિકારને વાંચનાર મનુષ્ય સહેજે રામજી શકે તેમ છે, અને તેથી જ નંદીસૂવના ટીકાકાર ભગવાન મલયગિરિજી મહારાજ વિગેરે તે અવધિજ્ઞાનની કેટલીક ગાથાઓ આવશ્યકનિક્તિની ગાથામાંથી લીધી છે, એમ ચકખા શબ્દોમાં જણાવે છે.
વળી શ્રીસ્થાનાંગસૂત્ર તથા શ્રીઅનુગદ્વારસૂત્રમાં કા દિકકા સહારે એ વિગેરે આપવામાં આવેલી દેઢ ગાથાને સ્વતંત્ર આવશ્યકનિર્યુક્તિના કાલઉપક્રમના અધિકારમાં સામા ચારી ઉપક્રમને અંગે રચાએલી છે તે જ છે. અને તેથી જ તે અને ઠાણુગ અને અનુગદ્વાર સૂત્રોમાં વરંપરા જ જાણે એમ કહી કથંચિત નિરર્થક એવા ઘટે શબ્દને પ્રયોગ કરવામાં આવ્યા છે. જો કે હિરા તચિતની એ ન્યાયને અનુસરીને જાણે પદની વ્યાખ્યા કરતાં ગ્ય કાલે ઉપસંપદા લેવી એમ અર્થ કરવામાં