________________
વર્ષ ૪-૫, ૪
૧૯૩ પણ લેવામાં આવ્યા નથી, અને ભગવાન મહાવીર મહારાજની વખતે ગે શાલે એક પ્રતિસ્પધીમતને પ્રવર્તાવવાવાળા હતા અને જબરદસ્ત હતે, એ વાત બૌદ્ધના સિદ્ધાંતથી પણ સાબિત થઈ શકે છે, એટલું જ નહિ પણ વેતાંબર જૈનશાસ્ત્રોએ ગશાલાની જે દશા આરંભ, સમારંભાદિકને અંગે જણાવેલી છે. તે દશાએ ખરેખર ગોશાલે વતવાવાળે હતે, એ વાત પણ બૌદ્ધના દીઘનિકાય વગેરે સૂત્રો સ્પષ્ટપણે જણાવે છે, તેથી સુજ્ઞ મનુષ્યને તે જરૂર એમ માનવું જ પડશે કે ભગવાન દેવદ્ધિગણક્ષમાશ્રમણજીએ ખુદ ભગવાન મહાવીર મહારાજની મૂળ હકીક્ત જ સૂત્રમાં રજુકરેલી છે, જ્યારે દિગંબરોને કલ્પિતપણે શાસ્ત્રો ઉભા કરવાનાં હેઈ તેમની ઉત્પત્તિ વખતે ગોશાલાને મત વિચ્છેદ પામવા જે થયેલ હોવાથી તે સંબંધી કાંઈપણ લખ્યું નથી, અને પોતાની ઉત્પત્તિના જમાનાને અનુસરતું જ માત્ર સાહિત્ય દિગંબરાએ ગોઠવી કાઢયું છે. વર્તમાન સૂવો ઉપર આક્ષેપ કરનાર દિગંબરનું વિતડાવાદીપણું.
વર્તમાનકાલીન કેટલાક દિગંબરે જિનેશ્વર ભગવાનના વર્ત. માનસૂત્રો ઉપર અઘટિત રીતે આક્ષેપે, તેની માન્યતા અને નિમ્ન કરવા માટે કરે છે, પણ તેઓ નથી સમજતા સૂત્રના વાસ્તવિક અર્થને અને નથી સમજતા, જૈનમાર્ગના ઉત્સર્ગ અપવાદને અને યુક્તિના માર્ગને પણ ધ્યાનમાં લેતા નથી, અર્થાત ન્યાયની દષ્ટિએ જેમ પક્ષની સ્થાપના વગરના અને માત્ર પરપક્ષને દૂષણ દેવાવાળા વાદ કરનારને જેમ વિતંડાવાદી કહેવામાં આવે છે, તેવી રીતે આ લેકે કેવળ વિતંડાવાદી જ બને છે. દિગંબર શાસ્ત્રોમાં જિન પ્રણતપણુના અભાવને તેઓએ કરાતે સ્વીકાર,
વર્તમાન દિગંબરની માન્યતા પ્રમાણે જે પણ તેમના શાસ્ત્રો