________________
કરેલું નથી, જ્યારે આ આવશ્યકસૂત્રના એક સામાયિક અધ્યયન ઉપર ભગવાન જિનભદ્વગણિક્ષમાશ્રમણજીએ સાડાચાર હજાર ગાથા જેવડા મોટા પ્રમાણવાળું ભાષ્ય રચેલું છે. નહિ છપાયેલી ભાષ્યગાથાઓ
(જો કે કાશીમાંથી છપાએલા વિશેષાવશ્યક એટલે સામાયિક આવશ્યકના ભાષ્યની ગાથાઓ માત્ર ૩૩૦૦ લગભગની છે, છતાં તેના ઉપર ભગવાન મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ કરેલી અને તેજ કાશીવાળાઓએ છપાવેલી ટકામાં કહેલી સંખ્યાને જોનાર અને મનુષ્ય સમજનાર વિશેષાવશ્યક એટલે સામાયિકઆવશ્યકના ભાષ્યની ગાથા ૪૫૦૦થી વધારે છે, એમ માન્યા સિવાય રહી શકશે નહિ, ને તે ન્યૂન ગાથાઓની પૂતિને માટેજ રતલામની શ્રી ઋષભદેવજી કેસરી. મલજી નામની શ્વેતાંબર સંસ્થાએ શ્રીનંદીસૂત્રની ચૂર્ણિ અને હારિભદ્રીય વૃત્તિ બહાર પાડતી વખતે અમુદ્રિત અને માલધારી મહારાજે અતિદેશથી જણાવેલી ગાથાઓનું પૂનાની મૂળ આવશ્યકની પ્રત ઉપરથી ઉદ્વરીને પ્રગટ કરી છે.) વાત્તિથી શેભેલું આવશ્યક
ભગવાન જિનભદગણિક્ષમાશ્રમણજીએ જે આ સામાયિક ઉપર મોટા પ્રમાણમાં વિવેચન કર્યું છે, તેને અંગે ભાષા, વિભાષા અને વાતિક એ ત્રણ ભેદે જણાવાતી વ્યાખ્યામાં જે વાતિક નામની વ્યાખ્યા શતકેવલીઓજ કરી શકે. તેવું વાતિક એવું આ ભાષ્યનું સ્થાન કેટયાચાર્ય મહારાજે પિતાના વિવરણમાં સ્પષ્ટ શબ્દથી જણાવ્યું છે. હેટામાં મહેકી ટીકાવાળું આવશ્યક
વળી ભગવાન હરિભદ્રસૂરિજીએ આજ આવશ્યક સૂત્ર ઉપર ૮૪૦૦૦ કલેક પ્રમાણની અત્યંત મટી ટીકા રચેલી હતી અને તેથીજ વર્તમાન કાળમાં ઘણીજ સુલભ એવી પિતાની ૨૨