________________
સ્પણ
આગમત અનવસ્થાથી બીજ–અંકુરની પરંપરા અનાદિ છે, એમ સાબિત કરાય છે, તેવી રીતે અહીં પણ કર્મોદય વિના કર્મબંધ ન હોય અને કમબંધ ધિના કર્મોદય ન હય, એમ સામાન્ય રીતે અનવસ્થા દ્વારાએ કમની અનાદિતા સાબિત કરવાની થઈ શકે છે માટે અહિં અનવસ્થા દૂષણ નથી પણ ભૂષણ છે.
વળી જ્યાં એક વસ્તુ એકરૂપે હોય ત્યાં અનવસ્થા દૂષણરૂપે રહે, પણ જ્યાં ઉભય વસ્તુ ઉભયરૂપે હોય ત્યાં અનેવસ્થા દૂષણરૂપે દાખલ થઈ શકે નહિ. જેમ બીજ અને અંકુરાની પરંપરામાં બીજ કે અંકુરે એકકે એકલા કારણરૂપ નથી તેમ કાર્યરૂપે પણ નથી. એજ બીજ પહેલાના અંકુરાના કાર્યરૂપ છે. અને ભવિષ્યના અંકુરાના કારણરૂપ છે. એવી રીતે અંકુરો પણ પહેલાના બીજના કાર્યરૂપ છે અને ભવિષ્યના બીજા કારણરૂપ છે. આવી રીતે દરેક ચીજ ઉભયરૂપ હેવાથી જેમ બીજ–અંકુરની પરંપરામાં અનવસ્થા નડતી નથી તેવી રીતે અહિં કર્મોદય છે તે ભૂતકાળના કર્મબંધનું કાર્ય છે અને ભવિષ્યના કર્મબંધનું કારણ છે તેમજ કર્મબંધ પણ વર્તમાનના કર્મોદયનું કાર્ય છે તેવી ભવિષ્યના કર્મોદયનું કારણ છે, માટે કર્મોદય અને કર્મબંધ બને કારણ અને કાર્ય એ ઉભયરૂપ હોવાથી અહિં જે અવસ્થા છે તે દૂષણરૂપ નથી, પણ ભૂષણરૂપ છે
એ અનવસ્થાથી તે અનાદિતા સાબિત થાય છે અને કર્મને બંધ કે કમને ઉદય કમને કરનારા શિવાય ન હોય તેમજ અન્ય કમને કરનારે હેય અને કર્મ ભેગવનારે અન્ય હાય એમ બને જ નહિ એમ બને જ નહિ, તેથી દરેક આત્મા અનાદિકાલથી કમને બાંધનાશ અને જોગવનારો, જ છે. જેમાં રાજ્યઅવસ્થા પામવાવાળે અને રંક અવસ્થામાં જિંદગી ગાળનારે મનુષ્ય અનુક્રમે ભાગ્યશાળી અને નિર્ભાગ્ય હોય છે અને મનાય પણ છે. ભગવાન તીર્થકરે પણ અનાદિથી કર્મોના કર્તા
છતાં તે તેઓની ભાગ્યવત્તા અને નિર્ભાગ્યવતા ગર્ભાવાસ કે જન્મદશા ઉપર અસર કરતી નથી. અર્થાત્ સર્વથા નવ મહિના